Western Times News

Gujarati News

અડવાણી-જાેશીને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર ન રહેવા અપીલ

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૨૦૨૪માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જાેશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લાંબા વર્ષોના સંઘર્ષ બાદ ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચશે.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સમાં હાજરી આપવા માટે અનેક નેતાઓ, ક્રિકેટરો અને જાણીતી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે ત્યારે હવે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસિચ ચંપત રાયે ગઈકાલે પ્રત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કન્દ્રિય મંત્રી મુરલી મનોહર જાેશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી છે.

ચંપત રાયે ગઈકાલે અડવાણી અને જાેશીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે બંને વડીલ છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ ન થાય.

ઉલ્લેખનીય છે કે આ બે નેતાઓ રામ મંદિર આંદોલનના સૌથી મોખરે હતા. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે ૯ નવેમ્બર ૨૦૧૯એ ઐતિહાસિક હિન્દુ પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. રામ મંદિરમાં લોકો ૨૩મી જાન્યુઆરીથી ભગવાન રામના દર્શન કરી શક્શે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ઉત્તર ભારતની પરંપરા મુજબ ૨૪ તારીખથી ૪૮ દિવસ સુધી મંડલ પૂજા યોજાશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.