Western Times News

Gujarati News

વાઇબ્રન્ટ દરમિયાન અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ ફુલ થઈ ગયું

ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તારીખ ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ પર ૧૦મી સમિટને લઈને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૪૦૦થી વધુ ફ્લાયટનું આવાગમન થશે. ૪૩ જેટલા પાર્કિંગ ફુલ થઈ જતા ચાર્ટર વિમાનો વડોદરા સુરત અને રાજકોટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મી જાન્યુઆરીએ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમો ખુલ્લા મુકશે આ દરમિયાન દેશ-વિદેશના મહાનુભાવો ઉદ્યોગપતિઓના લક્ઝુરિયસ વિમાનના આવાગમનને કારણે એરપોર્ટ સતત વ્યસ્ત રહેશે.

એક અંદાજ મુજબ એક લાખથી વધુ પ્રતિનિધિઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે ભાગીદાર દેશ તરીકે જોડાયેલા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ચેક રિપબ્લિક ઈજિપ્ત, ઓસ્ટિનિયા ફિંગલેન્ડ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલેશિયા, માલટા, મૂરક્કો, મોઝાÂમ્બક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, કોરિયા, રિપબ્લિક રવાન્ડા, સિંગાપુર, તાનજીનીયા, થાઈલેન્ડ યુએઈ, યુનાઇટેડ કિંગડમ, ધાના, વિયતનામનો સમાવેશ થાય છે.

આ દેશના પ્રતિનિધિઓ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સમા મુંબઈ દિલ્હી થઈને ડોમેસ્ટિક ફ્લાઈટમાં અમદાવાદ આવશે. દેશની જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓ પણ ડોમેસ્ટિક ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે પરિણામે આગામી સપ્તાહ દરમિયાન એક લાખ લોકોનું અમદાવાદ એરપોર્ટ પર આવાગમન થશે જે એક રેકોર્ડ બ્રેક રહેશે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર વીઆઈપીઓની પ્રાયોરિટી મુજબ ચાર્ટર ફ્લાઈટના પાર્કિંગ આપવામાં આવશે.

આ મુમેન્ટ દરમિયાન કોઈપણ પ્રકારની અભિવ્યવસ્થા સર્જાય નહીં તે માટે મહાત્મા મંદિર સુધી એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડોમેસ્ટિક પેસેન્જરને તેમની ફ્લાઈટ છુટી ના જાય તે માટે ત્રણ કલાક વહેલા પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી લગેજ સ્કેનિંગ સહિતની સિક્યુરિટી ચેકિંગમાં પ્રક્રિયાઓ પૂર્ણ ઝડપે થઈ શકે.

સતાવાર સૂત્રોની મળતી માહિતી પ્રમાણે, ચેક રિપબ્લિકના વડાપ્રધાન ૩૩ લોકોનું ડેલીગેશન તેમના એરફોર્સના વિમાનમાં સાથે નવમીએ બપોરે ૪ઃ૦૦ વાગે આવી પહોંચશે.

જ્યારે સાઉદી અરેબિયનના વિદેશ મંત્રી એ સવારે ૯ઃ૩૫ કલાકે અમદાવાદ આગમન થશે. જ્યારે પુણેની ઇમર્શન કંપનીના સીઈઓ સુરેન્દ્ર લાલ, કરસનભાઈ સહિત ચાર પ્રતિનિધિઓ આવશે સમિટને લઈ એરપોર્ટ પર એક દિવસમાં શિડ્યુલ અને નોન શિડ્યુલ ૪૦૦ ફ્લાઈટની અવરજવરનું રેકોર્ડ નોંધાશે.

આ સિવાય વાઇબ્રન્ટના ત્રણ દિવસ દરમિયાન ભારતના રિલાયન્સ, અદાણી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલ એન્ડ ટી, તાતા સહિત ટોચના ઉદ્યોગપતિઓ હાજરી આપનાર છે પરિણામે એર ટ્રાફિક સર્જાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.