Western Times News

Gujarati News

97 કરોડની શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની સંપત્તિ ઈડીએ કેમ જપ્ત કરી?

(એજન્સી)નવીદિલ્લી , બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, ઈડીએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ શાખાએ પીએમએલએ એક્ટ હેઠળ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની ૯૭.૭૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી સંપત્તિમાં જુહુ સ્થિત એક બંગલો પણ સામેલ છે જે શિલ્પા શેટ્ટીના નામે છે. તેમજ પુણેમાં એક બંગલો પણ સામેલ છે. આ સિવાય ઈડીએ રાજ કુન્દ્રાના નામના કેટલાક શેર પણ જપ્ત કર્યા છે.વાસ્તવમાં તપાસ એજન્સી ઈડીએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ એફઆઈઆરના આધારે પીએમએલએ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી.

આરોપ એવો હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય એમએલએ એજન્ટોએ ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી આશરે રૂ. ૬૬૦૦ કરોડના બિટકોઈન મેળવ્યા હતા. વર્ષ ૨૦૧૭ જે ૧૦ ટકા વળતર દ્વારા પુનઃપ્રાપ્ત કરવાની ખાતરી આપવામાં આવી હતી અને બિટકોઈન માઈનિંગમાં અંગત હિતો માટે તેનો ઉપયોગ કર્યો.

તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી. ઈડીનો આરોપ છે કે, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ પાસેથી ૨૮૫ બિટકોઇન્સ મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું.

રાજ કુન્દ્રાને આ કૌભાંડના ગુનાની આવકમાંથી ૨૮૫ બિટકોઇન્સ મળ્યા જેની કિંમત આજની તારીખે રૂ. ૧૫૦ કરોડથી વધુ છે. આ કેસમાં ઈડીએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.