Western Times News

Gujarati News

ઈટાલીના રોમથી રૂ.૧પ૦૦ કરોડના હેરોઈનના કેસનો મુખ્ય સુત્રધાર ‘સિમરન સઘ ઝડપાયો

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: થોડાક દિવસો પહેલાં અમદાવાદમાંથી રૂ.૧પ૦૦ કરોડનો હેરોઈનનો જથ્થો ગુજરાત એટીએસની ટીમે પકડી પાડ્યો હતો. તથા આ કેસમાં બે આરોપી અઝીઝ ભાગડા તથા રફીક સુમરાની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય સુત્રધાર મનાતો આરોપી સીમરન શઘ ફરાર થઈ ગયો હતો. અને વિદેશ ભાગી ગયો હોવાની શંકા સેવાઈ રહી હતી.

આ ભાગેડૂ આરોપીને પકડવા ડ્રગ્સ કેસમાં રેડ કોર્નર નોટીસ પણ ઈસ્યુ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી સીમરનની ધરપકડ ઈટાલીના રાેમમાંથી કરવામાં આવી હતી. સમાચાર મળતા જ ગુજરાતની એટીએસ દ્વારા આરોપીની કસ્ટડી મેળવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હેરોઈનના આ જથ્થો ગુજરાતના ઉંઝાથી ઉત્તર ભારત મોકલવાનો હતો. એટીએસની તપાસ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે આતંકી સંગઠન જૈસે-એ-મોહમ્મદ સાથે સંડોવાયેલો હતો. અને હેરોઈનનો ધંધો કરતો હતો. સીમરન સઘ પકડાતા જૈસે એ-નો નાર્કીટીકસનો પર્દાફાશ થયો છે.  ગુજરાતની એટીએસ દ્વારા કસ્ટડી મેળવવા શરૂ કરેલ કાર્યવાહી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.