Western Times News

Gujarati News

રિલાયન્સ રિટેલ એજિયોએ ડ્રેન્ચ કોટ લોન્ચ કર્યા

બેંગ્લુરુઃ ફેશનની આગવી સૂઝ ધરાવતી, ફેશનની ફ્રેશમાં ફ્રેશ સ્ટાઇલ ધરાવતી અને હંમેશા ઓન-ટ્રેન્ડ માટે જાણીતી અગ્રણી ઓનલાઇન ફેશન ઇ-રિટેલર એજિયોએ ડ્રેન્ચ કોટ્સ, પારદર્શક જેકેટ્સની ફન્કી સિરીઝ અને પ્રિન્ટ્સ તથા કલરમાં કોટ્સ સાથે નવું જ કલેક્શન લોન્ચ કર્યું છે. કેમોફ્લેજ પ્રિન્ટ્સ, આધુનિક ચેક્સ, ફ્લોરલ્સ અને પોપ કલર્સની સાથેની લાક્ષણિકતાઓ આવરી લેતા ડ્રેન્ચ કોટ એજિયોએ લોન્ચ કર્યા છે. ડ્રેન્ચ કોર્ટ તમારા વોર્ડરોબમાં ફક્ત એટલા માટે ન હોવા જોઈએ કે તે ચોમાસાલક્ષી છે, પરંતુ તે એટલા માટે હોવા જોઈએ કે તે સમગ્ર વર્ષનું ફેશન સ્ટેટમેન્ટ આપે છે.

પારદર્શક જેકેટની મદદથી ચોમાસાની સીઝનની એસેસરી તમારી પાસે એટલા માટે હોવી જોઈએ કારણ કે તે સમગ્ર વિશ્વના ફેશન પ્રવાહોની ઝાંખી આપે છે. આ પ્રકારની કૂલ અને ક્લિયર સ્ટાઇલનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને સમગ્ર વિશ્વના ફેશનિસ્ટોએ તેને પસંદ કર્યો છે. રેઇન પ્રૂફ અને હીટ સીલ્ડ ડ્રેન્ચ કોટ સમગ્ર વર્ષ દરમિયાન ચાલે તેવા વૈવિધ્યસભર છે. તે ફક્ત એજિયો ડોટકોમ અને રિલાયન્સ ટ્રેન્ડ્સના સ્ટોરમાં જ એકસ્લુઝિવલી ઉપલબ્ધ છે અનેઆ કલેક્શન પુરુષો અને મહિલાઓ માટે 3,999માં ઉપલબ્ધ છે.

એજિયોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વર્તમાન ટ્રેન્ડથી માહિતગાર રહેવું તે એજિયોના ડીએનએમાં છે. આજનો ગ્રાહક એકદમ વૈશ્વિક થઈ ગયો છે અને હંમેશા તેની સાથે રહેવુ પડે છે. અમે અમારી હાલની વિવિધ સ્ટાઇલ દ્વારા ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવા તત્પર રહેવાનું ધ્યેય ધરાવીએ છીએ. ડ્રેન્ચ કોટ કલેક્શન અમારું પોતાનું ઇનોવેશન છે, આ એવું જેકેટ છે જે ફેશન સીનમાં ધમાલ મચાવી દે તેમ છે. તેના લીધે એજિયોનો દરેક પીસ આગવી લાક્ષણિકતા ધરાવે છે અને તેના પ્રિન્ટ અને રંગોના સંયોજનમાં આગવી ખાસિયત અને અનોખાપણુ ઉભરીને આવે છે.

2016માં લોન્ચ કરવામાં આવેલું પ્રાઇવેટ લેબલ એજિયો ગણતરીના વર્ષોમાં વૈશ્વિક ફેશન ટ્રેન્ડનો પર્યાય બની ગયું છે. ફેશન અંગેની વ્યાપક સમજ ધરાવતા પુરુષો અને મહિલાઓના એપેરલઅને એસેસરીઝના કલેક્શન સાથે એજિયો દેશના ફેશન ઉત્સાહીઓ માટે ગો-ટુ પ્લેટફોર્મ બની ગયું છે. રિલાયન્સ રિટેલની પહેલ એજિયો ટ્રેન્ડિસ્ટ અને ફ્રેશેસ્ટ સ્ટાઇલનો આખરી મુકામ છે. વેલ્યુથી લઈને પ્રીમિયમથી લક્ઝરી સુધીની વ્યાપક રેન્જની સાથે એજિયો દેશના ફેશન કસ્ટમર્સ સાથે સૌથી મહત્વનો મુકામ બન્યું છે.

રિલાયન્સ રિટેલના એક્સ્ટેન્સિવ સોર્સિંગ, સપ્લાય ચેઇન અને ઓપરેશનલ ક્ષમતાની સાથે એજિયો ડોટ કોમ 450 પ્લસ બ્રાન્ડ્સ અને 50,000 પ્લસ એકસ્લુઝિવ સ્ટાઇલ્સના 1,50,000 પ્લસ વિકલ્પો ઓફર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.