Western Times News

Gujarati News

હોમર્ગાડને પોલીસ જેવા લાભ આપવાનો હાઈકોર્ટનો ઈનકાર પણ પગારધોરણ સુધારવા રાજય સરકારને સૂચન

પ્રતિકાત્મક

હોમગાર્ડ જવાનો પોલીસ જેવા લાભો મેળવવા માટે હકદાર નથીઃ હાઈકોર્ટ-‘સમાન કામ, સમાન વેતન’ મુદે દાદ માગતી ઢગલાબંધ રીટ કોર્ટે ફગાવી 

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે રાજયન હોમગાર્ડઝ દેશમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને પોલીસ કર્મચારીઓની જેમ જ પગાર સહીતના લાભો આપવા દાદ માંગતી ઢગલાબંધ રીટ અરજીઓ ધરાર ફગાવી દીધી હતી. જસ્ટીસ મૌલીક જે.શેલતે હોમગાર્ડ જવાનોને પોલીસ કર્મચારીઓના જેવો પગાર અને અન્યો લાભ આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો.

અને જણાવ્યું હતું કે, રાજયના હોમગાર્ડ જવાનો અને પોલીસ કર્મચારીઓની ફરજ પર અને કાર્યોની પ્રકૃતિ એકસમાન નથી કે તેમાં સમાનતા નથી. તેથી હોમગાર્ડ જવાનોના કિસ્સામાં સમાન કામ માટે સમાન પગારનો સિધ્ધાંત લાગુ કરી શકાતો નથી. હાઈકોર્ટે હોમગાર્ડ જવાનોને બોર્ડર વિગ હોમગાર્ડઝ જેવા લાભો આપવાને પણ ઈનકાર કરી દીધો હતો.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, હોમગાર્ડઝ એકટને ઉદેશ્ય જ સ્પષ્ટ કરે છે. કે હોમગાર્ડઝ જવાનોનો ઉપયોગ સ્વૈચ્છીક સંગઠન અને માનદ સેવા તરીકે થાય છે. અને તેથી તેમની સેવા બારમાસી પ્રકૃતિ તરીકે વર્ગીકૃત કરીશ કાય નહી. હાઈકોર્ટને બેન્ચે હોમગાર્ડઝ તરીકે કામ કરતા કર્મચારીઓને પોલીસ કર્મચારીઓ જેવો જ લાભ આપવાનો ઈનકાર કર્યો હતો. જોકે હાઈકોર્ટે પોલીસ કર્મચારીઓ મુજબ તેમના પગાર ધોરણમાં સુધારો કરવાનું સુચન કર્યું હતું.

હોમગાર્ડ જવાનો તરફથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરાયેલી ઢગલાબંધ રીટ અરજીઓમાં જણાવાયું હતું કે તેઓને બોમ્બે હોમગાર્ડઝ એકટ ૧૯૪૭ની કલમ-૩ હેઠળ નિમણુંક આપવામાં આવી છે. તેઓ મહિનામાં લગભગ ર૭ દિવસ કામ કરતા હોવાથી તેમને પણ પોલીસને જેમ નિયમીત પગાર અને અન્ય લાભો મળવા જોઈએ. જોકે રાજય સરકાર તરફથી હોમગાર્ડ જવાનોની અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું કે હોમગાર્ડ જવાનો અને પોલીસ કર્મચારીઓની સરખામણી જઈ શકે નહી.

કારણે કે, હોમગાર્ડ જવાનોની સેવા એ એક માનદ સેવા છે. તેમની સરખામણી પોલીસ કર્મચારીઓે કે જવનો સાથે થકી શકે નહી. કારણ કે, પોલીસ કર્મચારીઓને નિમણુંક એક કાયદેસર અને રેગ્લુર નિમણુંક છે. તેમના કામના કલાકો ફરજનો પ્રકાર અને સેવાકીય પ્રવૃત્તિ અલગ જ પ્રકારની છે.

સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે હોમગાર્ડ જવાનોની વિવિધ અરજીઓ કાઢી નાંખી હતી. જોકે, હાઈકોર્ટે હોમગાડ જવાનોના પગારધોરણમાં સધુરો કરવા સરકારને સુચન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.