Western Times News

Gujarati News

નકલી સહી કરી ચુંટણી તંત્ર સાથે થઈ છેતરપિંડી કરનાર પરિવાર સામે ગુનો નોંધાયો

પ્રતિકાત્મક

લક્ષ્મીપુરાના એક જ પરિવારનાં પાંચ સભ્યો સામે બે રાજયોમાં મતદાર યાદીનો ગુનો નોંધાયો

પાટણ, સરસ્વતીના લક્ષ્મીપુરા લદાણી ગામના એક જ પરીવારના પાંચ સભ્યો સામે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજયોની મતદાર યાદીમાં નામ ધરાવતા અને ચુંટણી ગેરમાર્ગે દોરવા બદલ વાળડોદ પોલીસે ગુનો નોધ્યો છે. આ શખ્સો પર ડુપ્લીકેટ સહીઓ કરી ખોટા દસ્તાવેજો રજુ કરવાનો આરોપ છે.

આ ગેરરીતિ લક્ષ્મીપુરા પ્રાથમીક શાળાના શિક્ષક અને બીએલઓ રમેશભાઈ ખોડીદાસ પટેલ દ્વારા નવેમ્બર ર૦રપમાં મતદાર યાદીમાં સુધારણા અંતર્ગત એસઆઈઆર ગણતરી ફોર્મ ભરવાની કામગીરી દરમ્યાન સામે આવી હતી. રમેશભાઈની ફરીયાદના આધારે પોલીસે છેતરપિડી અને ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજુ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે.

ફરીયાદ મુજબ લક્ષ્મીપુરા વદાણી ગામના ઐયુબભાઈ ઈબ્રાહીમભાઈ બલધરા અપસાબેન ઈકબકાલ માલપરા આરીફભાઈ ઈબ્રાહીમભાઈ મલપરા, મૈર્સરાને જુનેદભાઈ મલધરા અને જુનેદભાઈ ઈકબાલભાઈ માલપરાનો ઘરે ફોર્મ આપવામાં આવ્યા હતા. આ ફોર્મ બીએલઓ એપ પર ઓનલાઈન સબમીટ કર્યા બાદ મામલતદાર કચેરીની તપાસમાં જાણવા મળ્યું કે આ પાંચેય વ્યકિતઓ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજયોમાં ચુંટણી કાર્ડ ધરાવે છે.

વધુ તપાસમાં મામલતદાર કચેરીને જણાયું કે આરોપીઓએ સર ફોર્મમાં કરેલી સહીઓ અને પોલીસ તપાસમાં દરમ્યાન લેવાયેલા નિવેદનોની સહીઓમાં ભારે વિસંગતા હતી. ચુંટણી તંત્રને છેતરવા માટે ગુનાહીત કાવતા સાથે ખોટા દસ્તાવેજોને સાચા તરીકે બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.

મદદનીશ મતદાર નોધણી અધિકારી અને મામલતદારને આદેશ બાદ આ મામલે પોલીસ ફરીયાદ નોધાવામાં આવી છે કે વાગળોદ પોલીસે ભારતીય ન્યાય સહીતની કલમ અને પ્રતીનીધીત્વ અધિનીયમની કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ પીએમએસઆઈ બોડાણાએ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.