Western Times News

Gujarati News

બરોડા ડેરી પર વર્ચસ્વ જમાવવા 55 મૂરતિયા મેદાનમાંઃ ઉપપ્રમુખ બિનહરીફ

વડોદરા, વડોદરા જિલ્લાની બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે રસાકસી રહી હતી. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના તેર ઝોનમાં કુલ પંચાવન ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

રસાકસી બની રહેલી ચૂંટણીમાં સંખેડા ઝોન ૧૧માં વર્તમાન ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકી એક માત્ર ઉમેદવાર રહ્યા હોવાથી બિનહરીફ નિશ્ચિત બન્યા ન હતા જ્યારે અન્ય બેઠકો પર વર્તમાન ડિરેકટરોની સામે ખુદ ભાજપના જ સમર્થકો મેદામાં આવ્યા હતા.

આગામી તા.૧૮મી માર્ચના રોજ બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાનાર છે. જેમાં કુલ ૧૦૭૧ મતદાન કરનાર છે. કુલ તેર ઝોનના ઉમેદવાર માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આવતીકાલે ઉમેદવારી પત્ર ચકાસણી કરવામાં આવશે. બાદમાં તા.રથી ૭મી માર્ચ સુધી ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે.

ડેરીના વર્તમાન તેર ડિરેકટરોએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવતો હતો તે પૂર્વે તમામે સાગમટે ઉમેદવારી પત્ર ભરી દીધા હતા. જો કે, આ જ પરિસ્થિતિ પાદરા, કરજણ, સંખેડા, છોટાઉદેપુર વગેરે ઝોનમાં જોવા મળી રહી છે. જિલ્લાના સહકારી ક્ષેત્ર પર જબરજસ્ત પકડ ધરાવતા વર્તમાન ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકીની સામે કોઈએ ઉમેદવારી ન કરતા તે બિનહરીફ બનશે તે નિશ્ચિત થયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.