Western Times News

Gujarati News

CA ફાઇનલ જાન્યુઆરી-2026 પરીક્ષાનું પરિણામ જાહેર

અમદાવાદ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી-2026માં લેવામાં આવેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઝળકતું પ્રદર્શન કર્યું છે.

અમદાવાદ સેન્ટરના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં હર્ષ હિમાંશુભાઈ સોનારાએ ઓલ ઇન્ડિયા 9 મો રેન્ક અને નમિષ ગૌતમ શાહે ઓલ ઇન્ડિયા 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

અમદાવાદ કેન્દ્રના પરિણામની વિગતો જોઈએ તો, બંને ગ્રુપની પરીક્ષામાં કુલ 635 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 88 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે, જેની ટકાવારી 13.86% નોંધાઈ છે.

આ ઉપરાંત,  ગ્રુપ-1 માં 872 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમાંથી 178 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેની ટકાવારી  20.41% છે. ગ્રુપ-2 406 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા જેમાં 18 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જેની ટકાવારી 4.43% વિદ્યાર્થીઓ પાસ થયા છે.  સપ્ટેમ્બર-2025 માં અમદાવાદનું પરિણામ 23.18% અને મે-2025માં 19.35% રહ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો, સમગ્ર ભારતમાંથી બંને ગ્રુપમાં કુલ 22293 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2446 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની કુલ ટકાવારી 10.97% થાય છે. જાન્યુઆરી-2026 ની આ પરીક્ષાના પરિણામ સાથે દેશને નવા 7590 ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પ્રાપ્ત થયા છે. અમદાવાદના રેન્કર્સની આ સિદ્ધિ બદલ શૈક્ષણિક જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.