દુબઈના એરપોર્ટ નજીક ઈરાનનું ડ્રોન પડવાથી ચાર લોકો ઘવાયા
ડ્રોનનો કાટમાળ પડવાથી ઘાયલ થયેલા ચાર વ્યક્તિઓમાં બે ઘાનાના, એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકને મધ્યમ સ્તરની ઈજાઓ થઈ
દુબઈ: પશ્ચિમ એશિયામાં વધી રહેલા પ્રાદેશિક તણાવની વચ્ચે બુધવારે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક એક ગંભીર ઘટના બની હતી. ઈરાન દ્વારા છોડવામાં આવેલા બે ડ્રોનને એરપોર્ટની નજીક જ આંતરીને તોડી પાડવામાં આવ્યા હતા. Dubai Government Media Office confirms two drones fell near Dubai International Airport
આ ડ્રોન એરપોર્ટના વિસ્તારમાં પડવાને કારણે એક ભારતીય સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા દુબઈ એરપોર્ટ પાસે બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.
- એરપોર્ટની કામગીરી યથાવત ચાલુ છે, ફ્લાઈટ્સમાં કોઈ વિક્ષેપ નથી.
- સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક કડક કરવામાં આવી છે.
- આ હુમલો ઈઝરાયેલ–ઈરાન–અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવી રહ્યો છે.
- ઈરાન ખાડી દેશોને નિશાન બનાવી ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે, જેના કારણે ઊર્જા પુરવઠા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોખમ ઊભું થયું છે.
એક ભારતીયને મધ્યમ ઈજા, અન્ય ત્રણને સામાન્ય ઈજા દુબઈ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ પડવાથી ઘાયલ થયેલા ચાર વ્યક્તિઓમાં બે ઘાનાના નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જ્યારે એક ભારતીય નાગરિકને મધ્યમ સ્તરની ઈજાઓ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ઘટના બાદ તુરંત જ ઈમરજન્સી રિસ્પોન્ડર્સે ઘટનાસ્થળે પહોંચી તમામ અસરગ્રસ્તોને તબીબી સહાય પૂરી પાડી હતી. ફ્લાઈટ ઓપરેશન યથાવત, સુરક્ષામાં વધારો દુબઈ મીડિયા ઓફિસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઘટના છતાં એરપોર્ટની કામગીરીમાં કોઈ ખલેલ પડી નથી. હવાઈ ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે અને તમામ ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય મુજબ ઉડાન ભરી રહી છે.
જોકે, ઘટનાના ગણતરીના સમયમાં જ એરપોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવી દેવામાં આવી છે. મુસાફરોએ એરપોર્ટ પર વધારાની સુરક્ષા ગતિવિધિઓ જોઈ હોવાનું પણ નોંધાયું છે. પ્રાદેશિક તણાવની અસર આ હુમલો ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના ભાગરૂપે હોવાનું મનાય છે.
અહેવાલો મુજબ, ઈરાને તેના વિસ્તારમાં થયેલા અગાઉના હુમલાઓના જવાબમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન અને કતાર જેવા ખાડી દેશોને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ વૈશ્વિક તણાવને કારણે ઉર્જા પુરવઠામાં વિક્ષેપ અને પ્રાદેશિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં UAE સત્તાવાળાઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
