Western Times News

Gujarati News

શેન વોર્નના પરિવારને લાગી લોટરીઃ એક જૂના નિર્ણયથી મળશે 460 કરોડ

IPL 2026: રાજસ્થાન રોયલ્સના વેચાણથી શેન વોર્નનો પરિવાર થયો માલામાલ

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ની સીઝન શરૂ થાય તે પહેલા જ બિઝનેસ જગત અને ક્રિકેટ વર્તુળોમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આઈપીએલની પ્રથમ સીઝનની ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) ના માલિકી હક્કોના વેચાણે દિવંગત દિગ્ગજ સ્પિનર શેન વોર્નના પરિવાર માટે જેકપોટ ખોલી દીધો છે.

Shane Warne redefined value beyond salary in the IPL. While playing for Rajasthan Royals, he earned just ₹9.35 crore over 4 seasons but smartly secured 0.75% equity each year, building a long-term vision beyond immediate earnings.

₹15,290 કરોડમાં થઈ રાજસ્થાન રોયલ્સની ડીલ

અહેવાલો અનુસાર, અમેરિકાના બિઝનેસમેન કાલ સોમાણી ના નેતૃત્વ હેઠળના કંસોર્ટિયમે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીને 1.63 અબજ ડોલર (આશરે ₹15,290 કરોડ) માં ખરીદી લીધી છે. આ વેલ્યુએશન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના 1.78 અબજ ડોલરની અત્યંત નજીક છે. આ મેગા ડીલને કારણે આઈપીએલની બ્રાન્ડ વેલ્યુમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

શેન વોર્નનો એ માસ્ટરસ્ટ્રોક જે આજે રંગ લાવ્યો

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ન ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ વર્ષ ૨૦૦૮માં લીધેલા તેમના એક દૂરંદેશી નિર્ણયે આજે તેમના પરિવારને આર્થિક રીતે માલામાલ કરી દીધો છે.

  • શું હતી ડીલ? પ્રથમ સીઝન દરમિયાન શેન વોર્ને રોયલ્સના માલિકો પાસે દરેક સીઝન માટે ટીમમાં 0.75% ઇક્વિટી (હિસ્સેદારી) ની માંગણી કરી હતી.

  • ડબલ જવાબદારી: વોર્ન માત્ર ટીમના કેપ્ટન જ નહીં, પરંતુ મેન્ટર અને કોચ તરીકે પણ કાર્યરત હતા. તેમણે શરત રાખી હતી કે તેઓ પોતાની મરજી મુજબ ટીમને ચલાવશે.

પરિવારને મળશે ₹460 કરોડનો હિસ્સો

રાજસ્થાન રોયલ્સના આ તાજા વેચાણ બાદ, શેન વોર્ન પાસે રહેલી 0.75% ઇક્વિટીની કિંમત હવે આશરે ₹460 કરોડ (આશરે 70 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર) થવા જઈ રહી છે. ૨૦૧૯માં એક ઇન્ટરવ્યુ દરમિયાન વોર્ને પોતે આ હિસ્સેદારીનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ટીમને શૂન્યમાંથી ચેમ્પિયન બનાવવા માટે મેં જે મહેનત કરી હતી, તેના બદલામાં આ હિસ્સો મારી ડીલનો ભાગ હતો.”

આઈપીએલ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક

શેન વોર્ને ૨૦૦૮માં એક નબળી ગણાતી રાજસ્થાન રોયલ્સની ટીમને નેતૃત્વ પૂરું પાડીને પ્રથમ આઈપીએલ ટ્રોફી જીતાડી હતી. તેમનું નિધન ૨૦૨૨માં થયું હતું, પરંતુ તેમના આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટને કારણે આજે તેમનો પરિવાર વિશ્વની સૌથી ધનિક સ્પોર્ટ્સ લીગના પ્રોફિટનો મોટો હિસ્સો મેળવનાર બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.