Western Times News

Gujarati News

ગૂગલ, માઈક્રોસોફ્ટ સહિત યુએસની ૧૮ ટેક કંપની પર આજથી હુમલાઃ ઈરાન

દુબઈ, ઈરાનનના રીવોલ્યુશનરી ગાડ્‌ર્સે પહેલી એપ્રિલથી ખાડી દેશોમાં કાર્યરત અમેરિકાની ૧૮ ટેક કંપનીઓ પર હુમલા કરવાની ચીમકી આપી છે. ઈરાનના વિસ્તારમાં અમેરિકાએ કરેલા હુમલાના જવાબમાં યુએસની અગ્રણી ટેકનોલોજી-ઈન્ડસ્ટ્રિયલ કંપનીઓને નિશાન બનાવવાની જાહેરાત કરતા ૧૮ કંપનીના નામનો ઉલ્લેખ કરાયો છે.

જેમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, એપ્પલ ઈન્ટેલ, આઈબીએમ, ટેસ્લા અને બોઈંગનો પણ સમાવેશ થાય છે. ઈરાન રીવોલ્યુશનરી ગાડ્‌ર્સ કોર્પ્સની સત્તાવાર યાદી મુજબ, અમેરિકાએ ઈરાનમાં આચરેલા આતંકવાદી કૃત્યોના જવાબમાં બુધવારે રાત્રે ૮ કલાકથી યુએસ કંપનીઓની તબાહી શરૂ થશે. ભારતીય સમય મુજબ રાત્રે ૧૦ કલાકથી આ હુમલા શરૂ થશે. ઈરાને આ તમામ કંપનીના કર્મચારીઓને પોતાના સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે.

યુએસ દ્વારા સૈન્ય કાર્યવાહીમાં ઈન્ફર્મેશન એન્ડ કમ્યૂનિકેશન ટેકનોલોજી તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરાય છે. ઈન્ટેલિજન્સ નેટવર્ક, સેટેલાઈટ ઈમેજરી, સર્વેલન્સ ડ્રોન્સ, સિગ્નલ ઈન્ટેલિજન્સ અને રીયલ ટાઈમ ડેટા એનાલિસીસમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી અમેરિકા આ યુદ્ધમાં સતત આગળ રહ્યું છે.

દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર કાલિબાફ સાથે મંત્રણા ચાલે છે. રીવોલ્યુશનરી ગાડ્‌ર્સમાં કામ કરી ચૂકેલા મોહમ્મદે પાકિસ્તાની મધ્યસ્થીમાં ચાલી રહેલી વાટાઘાટોમાં ઈરાન ભાગ લઈ રહ્યું હોવાના દાવાને મોહમ્મદે નકારી કાઢ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળવા બેઈજિંગ ગયા હતા. તૂર્કીયે, ઈજિપ્ત અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ સાથે થયેલી વાટાઘાટો અંગે ડારે માહિતી આપી હતી.

જેના આધારે ડાર-વાંગ દ્વારા પાંચ મુદ્દાનો સંધિ પ્રસ્તાવ તૈયાર કરાયો છે, જેમાં હોર્મુઝની ખાડીમાં જહાજોને સેફ પેસેજ આપવાનો સમાવેશ પણ થાય છે. અન્ય મુદ્દાઓમાં તાત્કાલીક યુદ્ધ વિરામ, શાંતિ વાટાઘાટોની શક્ય તેટલી વહેલી શરૂઆત, બિન-સૈન્ય એકમોની સલામતીની ખાતરી અને યુએન ચાર્ટરની જોગવાઈનું પાલન કરવાનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.