Western Times News

Gujarati News

રણબીરે નિતેશને લાખો લોકોની અંતરાત્માના રક્ષક ગણાવ્યા

મુંબઈ, રામાયણની ટીમ તાજેતરમાં લોસ એન્જલસ ગઈ હતી જ્યાં ફિલ્મનો એક મહત્વપૂર્ણ ભાગ ખાસ આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતમાં હનુમાન જયંતિ પર એક ખાસ ઇવેન્ટ લોંચ યોજાઈ છે. નિતેશ તિવારીની આવનારી ભવ્ય ફિલ્મ રામાયણ, તેની પ્રભાવશાળી સ્ટારકાસ્ટને કારણે, સૌથી વધુ ચર્ચામાં રહેલી બોલિવૂડ ફિલ્મોમાંની એક બની ગઈ છે.

ફિલ્મની ટીમ પશ્ચિમનાં દેશોમાં ગઈ હતી જેથી આંતરરાષ્ટ્રીય દર્શકોને ફિલ્મના દૃશ્યો પહેલાં બતાવી શકાય. આ ઇવેન્ટ દરમિયાન, રણબીર કપૂરે તેના પાત્ર ભગવાન રામ વિશે વાત કરી હતી.રામાયણની ઇવેન્ટમાં, રણબીર સાથે ડિરેક્ટર નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હાત્રા પણ જોડાયા હતા.

જેમા રણબીરે કહ્યું કે રામાયણ બનાવીને નિતેશ તિવારીએ લાખો લોકોના અંતરાત્માના રક્ષક કરી છે.હાજર રહેલા લોકોને સંબોધતા, રણબીરે નિતેશ તિવારીની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવવા અંગે વાત કરી. તેણે કહ્યું, “ભગવાન રામ સદીઓથી વિશ્વભરના અબજો લોકોના અંતરાત્માના રક્ષક રહ્યા છે અને આપણે નહીં હોઈએ ત્યાર પછી પણ તેઓ આવું કરતાં જ રહેશે.”

રણબીરે આગળ ઉમેર્યું, “તેઓ આપણને મુશ્કેલીઓ વચ્ચે મનુષ્યના જુસ્સીની જીત વિશે સમજાવે છે. તેઓ કરુણા, હિંમત, ધાર્મિકતા અને ક્ષમાશીલતાનું પ્રતિક છે. તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે, જેનો અર્થ એક આદર્શ પુરુષ થાય છે.”સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “આ વધુ વ્યક્તિગત બાબત છે અને દરેક પાત્રની કેવી રીતે કલ્પના કરવામાં આવી છે તેના પર આધારિત છે. સ્કેલ અને એક્શનને અલગ ભાગમાં બતાવવામાં આવશે, જે થોડા મહિનામાં આવશે.”

આ ફિલ્મમાં રણબીર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે જ્યારે સાઉથ સ્ટાર યશ રાવણ તરીકે જોવા મળશે. તેઓ સાથે સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં, તેમજ રવિ દુબે લક્ષ્મણ તરીકે અને સની દેઓલ હનુમાન તરીકે જોવા મળશે. તેમના સિવાય, કાસ્ટમાં રકુલ પ્રીત સિંહ, લારા દત્તા, વિવેક ઓબેરોય, અરુણ ગોવિલ, કુણાલ કપૂર અને અન્યનો સમાવેશ થાય છે.

રામાયણ ૨૦૨૬ની સૌથી વધુ અપેક્ષિત ફિલ્મોમાંની એક છે અને નિર્માતાઓ ફિલ્મ અંગે ઉત્સુકતા વધતી રહે તેમં મેકર્સ કોઈ કમી છોડવા માગતા નથી. ૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ, ફિલ્મના રિલીઝ પહેલાં ૧ઘ વર્ષથી પણ વધુ સમય પહેલા, ઈન્ટ્રોડક્શન વીડિયો રજૂ કર્યા પછી, નિર્માતાઓ હવે આ ગુરુવારે, ૨ એપ્રિલે, વધુ ઝલક રજૂ કરવા માટે તૈયાર છે.

૩૦ માર્ચે, આ એસેટને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પાસ કરવામાં આવ્યું.રામાયણનું આ નવું એસેટ ‘રામ’ તરીકે ઓળખાય છે અને તેને ‘ેં’ સર્ટિફિકેટ મળ્યું છે. સેન્સર સર્ટિફિકેટ મુજબ, તેનો સમયગાળો ૧૫૮ સેકન્ડ છે. એટલે કે તેનો રન ટાઈમ ૨ મિનિટ અને ૩૮ સેકન્ડ છે. ફિલ્મનું સંગીત એ.આર. રહમાન અને હાન્સ ઝિમર દ્વારા તૈયાર કરાયું છે. આ બે ભાગોમાં રિલીઝ થનારી ફિલ્મ છે જેમાં પહેલો ભાગ દિવાળી ૨૦૨૬એ રિલીઝ થશે. બીજા ભાગ માટે, તે દિવાળી ૨૦૨૭એ મોટા પડદા પર આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.