હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારત અને રશિયાએ ભેગા થઈ મોટો ખેલ પાડ્યો
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અગાઉ ૮ કંપનીઓને મંજૂરી અપાઈ હતી, જે હવે વધારીને ૧૧ કરી દેવામાં આવી છે.
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધીના કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસના પુરવઠાને લઈને ચિંતા વધી છે. આ કટોકટીના સમયે ભારતે અત્યંત સમજદારીપૂર્વકનું પગલું ભર્યું છે.
ભારત સરકારે રશિયાથી ઓઇલ લાવતા જહાજો માટે વીમો આપતી રશિયન કંપનીઓની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અગાઉ ૮ કંપનીઓને મંજૂરી અપાઈ હતી, જે હવે વધારીને ૧૧ કરી દેવામાં આવી છે.
ભારતનો આ નિર્ણય દેશની ઊર્જા સુરક્ષા માટે એક મજબૂત ‘સુરક્ષા કવચ’ સમાન માનવામાં આવે છે. આ કંપનીઓ જહાજોને ખાસ પ્રકારનો વીમો પૂરો પાડે છે, જેને ઁશ્ૈં કવરકહેવામાં આવે છે. આ વીમા વગર કોઈપણ જહાજ આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં કાર્ય કરી શકતું નથી.
રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે યુરોપિયન વીમા કંપનીઓએ રશિયન તેલ વહન કરતા જહાજોને વીમો આપવાનું બંધ કર્યું હતું. ભારત હાલમાં રશિયા પાસેથી મોટી માત્રામાં સસ્તું તેલ ખરીદી રહ્યું છે, તેથી તેલ પુરવઠામાં કોઈ અડચણ ન આવે તે માટે ભારતે રશિયન અને દુબઈ સ્થિત કંપનીઓને મંજૂરી આપીને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે.
ભારતે માત્ર વર્તમાન જ નહીં પરંતુ આગામી ઘણા વર્ષોનું આયોજન કરી લીધું છે. ગઝપ્રોમ ઇન્શ્યોરન્સ અને રોસગોસ્ત્રાખ જેવી મોટી રશિયન કંપનીઓને ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી, જ્યારે ફજીદ્ભ, સોગાઝ અને આલ્ફાસ્ટ્રાખોવાની જેવી કંપનીઓને ૨૦૩૦ સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ એક પર નિર્ભરતા ઘટાડવા માટે દુબઈ સ્થિત ‘ઇસ્લામિક પ્રોટેક્શન એન્ડ ઇન્ડેÂમ્નટી ક્લબ’ને પણ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી સેવાઓ આપવાની પરવાનગી મળી છે.
