૧૫,૦૦૦ થી વધુના વ્યવહાર પર લાગુ થશે નવો નિયમ -ડિજિટલ પેમેન્ટ મુદ્દે RBIનો નિર્ણય
(એજન્સી)નવી દિલ્હી, જો તમે પણ ઓનલાઈન કે ડિજિટલ પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૧ એપ્રિલના રોજ ડિજિટલ પેમેન્ટ અને ઈ-મેન્ડેટને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ, હવે રૂ.૧૫,૦૦૦ કે તેથી વધુના ઓટોમેટિક કે રિકરિંગ પેમેન્ટ માટે એક વધારાનું ઓથેન્ટિકેશન (એએફઅ – એક પ્રકારનું વેરિફિકેશન) કરવું ફરજિયાત બની ગયું છે.
આ નિયમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને યુપીઆઈ દ્વારા થતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ પર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આરબીઆઈની આ નવી ગાઈડલાઈન મુજબ, જો તમારું કોઈ પેમેન્ટ રૂ.૧૫,૦૦૦ થી વધુ છે અને તે દર મહિને કે નક્કી કરેલા સમયે આપોઆપ કપાતું હોય (જેમ કે કોઈ સબÂસ્ક્રપ્શન), તો તેના માટે તમારે એડિશનલ ઓથેન્ટિકેશન એટલે કે OTP કે પિન નાખીને મંજૂરી આપવી પડશે.
આ ઉપરાંત, વીમાનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા અને રૂ.૧ લાખથી વધુના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી બનશે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે ગ્રાહકોએ એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
બેંકની સામાન્ય પ્રોસેસ પૂરી થયા પછી, એએફએ (વધારાના પ્રમાણીકરણ પરિબળ) ની ચકાસણી સફળ થાય ત્યારબાદ જ તમારો ઈ-મેન્ડેટ એક્ટિવ થશે. ખાસ વાત એ છે કે આ મેન્ડેટ હેઠળ થતું પહેલું પેમેન્ટ પણ એએફએ દ્વારા જ વેરિફાય થવું જોઈએ.
