Western Times News

Gujarati News

હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધઃ સુપ્રીમ

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં રોડ સુરક્ષા મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું લીધું છે. કોર્ટે નોંધ્યું છે કે દેશના કુલ રોડ નેટવર્કમાં હાઈવેનો ભાગ માત્ર લગભગ ૨% છે, પરંતુ અહીં થતા અકસ્માતોનો હિસ્સો લગભગ ૩૦% જેટલો છે.

આ આંકડો અત્યંત ચિંતાજનક છે અને આ જ કારણથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટેના નિર્ણય પ્રમાણે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રક અને કમર્શિયલ વાહનોનું પાર્કિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વાહનો માત્ર સરકાર દ્વારા નિર્ધારિત પાર્કિંગ ઝોનમાં જ ઊભા રહી શકશે. આ નિયમના અમલ માટે એટીએમએસ, જીપીએસ ટ્રેકિંગ અને ઈ-ચલાન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

નવા આદેશ અનુસાર હવે કોઈપણ ટ્રક અથવા કમર્શિયલ વાહન હાઈવેની મુખ્ય લેન અથવા રોડના કિનારે ઊભું રહી શકશે નહીં. માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળો, લેભાય  અથવા અધિકૃત જગ્યાઓ પર જ વાહનો પાર્ક કરી શકાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઓછી દૃશ્યતા હોવાના કારણે ઉભા રહેલા ટ્રકો અકસ્માતનું મોટું કારણ બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.