Western Times News

Gujarati News

ભારતની નરક સાથે સરખામણી કરનાર ટ્રમ્પ પર ભડક્યું ઈરાનઃ આપ્યો સણસણતો જવાબ

File

ક્યારેક ભારત આવીને જુઓ, પછી બોલજો.” ઈરાનનો આ વળતો પ્રહાર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

(એજન્સી)મુંબઈ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વૈશ્વિક સ્તરે મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો છે. ભારત અને ચીન જેવા દેશો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર ટ્રમ્પને હવે ઈરાને આકરો જવાબ આપ્યો છે.

મુંબઈ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે ટ્રમ્પને ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવતા ‘કલ્ચરલ ડિટોક્સ’ (સાંસ્કૃતિક શુદ્ધિ) કરવાની સલાહ આપી છે. મુંબઈમાં આવેલા ઈરાની વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મહારાષ્ટ્રના પર્યટન અને ભવ્ય સંસ્કૃતિનો એક વીડિયો શેર કર્યો છે. આ પોસ્ટમાં ટ્રમ્પ પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે,

“કદાચ કોઈએ ટ્રમ્પ માટે વન-વે કલ્ચરલ ડિટોક્સ બુક કરી દેવું જોઈએ, જેથી તેમની પાયાવિહોણી નિવેદનબાજી ઓછી થઈ શકે. ક્યારેક ભારત આવીને જુઓ, પછી બોલજો.” ઈરાનનો આ વળતો પ્રહાર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોમેન્ટેટર માઈકલ સેવેજના એક પોડકાસ્ટને રી-પોસ્ટ કર્યો હતો. આ પોડકાસ્ટમાં ભારત અને ચીન જેવા દેશો માટે ‘નરક’ જેવા અત્યંત અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા હતા.

પોસ્ટમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે આ દેશોના લોકો અમેરિકા આવીને બાળક પેદા કરે છે જેથી તેમને સરળતાથી નાગરિકતા મળી જાય. ટ્રમ્પે આ પોસ્ટ દ્વારા અમેરિકાની નાગરિકતા નીતિમાં ફેરફારની માંગ કરી હતી.

After calling India & China “Hellholes”, Trump says “India is a Great Country With Very Good Friend at Top”- State of Play between Delhi & DC from tariffs to Iran War

ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, “આ નિવેદન ખોટી માહિતી પર આધારિત, અયોગ્ય અને અત્યંત ખરાબ સ્તરનું છે.” મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, આ પ્રકારની ટિપ્પણી ભારત-અમેરિકાના ગાઢ સંબંધોની વાસ્તવિકતાને દર્શાવતી નથી, જે પરસ્પર સન્માન અને સહયોગ પર ટકેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.