બોબી દેઓલની બંદર યશની ટોક્સિક સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે
મુંબઈ, અનરાગ કશ્યપની બોબી દેઓલ સાથેની ‘બંદર ‘ ફિલ્મની રીલિઝ આગામી પાંચમી જૂને કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ જ દિવસે યશની ‘ટોક્સિક’ ફિલ્મ પણ રીલિઝ થવાની છે.
આમ અનુરાગ કશ્યપના આ નિર્ણયથી સૌને નવાઈ લાગે છે. ફિલ્મમાં સાન્યા મલ્હાત્રા સહિતના કલાકારો છે. એક એક્ટર પર રેપના આરોપો લાગ્યા બાદની વાર્તા વિશેની આ ફિલ્મ અગાઉ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં રજૂ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છ ેકે, અગાઉ વરુણ ધવને પોતાની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હ’ૈ ફિલ્મને પાંચમી જૂને રીલિઝ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ, બાદમાં તેણે ‘ટોક્સિક’ સાથે ટક્કર ટાળી ફિલ્મની રીલિઝ ડેટ બદલી હતી.SS1MS
