Western Times News

Gujarati News

શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે આમિર ખાન

મુંબઈ, આમિર ખાને શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ અને શાહરૂખ આ વિશે વાત કરી રહ્યાં છે.

આમિરના જણાવ્યાં અનુસાર, ‘અમે આ બાબતે ચર્ચા કરી છે. જ્યારે પણ અમને કોઈ સારી વાર્તા મળશે, ત્યારે અમારે ચોક્કસપણે સાથે કામ કરવું જોઈએ.’ આમિરે એવું પણ કહ્યું કે તેમણે અને શાહરૂખે અનેક પ્રસંગોએ સલમાન સાથે તો કામ કર્યું છે, પરંતુ ક્યારેય એકબીજા સાથે કામ કર્યું નથી. સાથે જ તેમણે ત્રણ હીરોવાળી ફિલ્મનાં વિચાર પર કહ્યું, ‘એક વર્ષ પહેલાં, મેં શાહરૂખને કહ્યું હતું કે આપણે ત્રણેયે સાથે કામ કરવું જોઈએ. આ એક બહુ મોટી વાત હશે અને દર્શકોને પણ ખૂબ મજા આવશે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.