Western Times News

Gujarati News

અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાયની તાલનો બીજો ભાગ આવશે

મુંબઈ, અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાય તથા અનિલ કપૂર જેવા કલાકારો ધરાવતી અને અનેક સુપરહિટ ગીતો ધરાવતી ફિલ્મ ‘તાલ’ રજૂ થયાના ૨૭ વર્ષ બાદ હવે ‘તાલ ટુ’ બનાવવાની જાહેરાત સર્જક સુભાષ ઘઈએ કરી છે.

તાજેતરમાં ઘઈએ કહ્યું હતું કે આ ફિલ્મનો બીજો ભાગ ક્યારે આવશે તે સવાલ મને વર્ષાેથી પૂછાતો હતો. મને લાગે છે કે અત્યારે તે માટેનો સમય પાકી ગયો છે. ‘તાલ ટુ’ની સ્ક્રિપ્ટ પણ લખાઈ ચૂકી છે એમ તેમણે કહ્યું હતું. ઘઈએ કહ્યું હતું કે ‘તાલ ‘ ફિલ્મનું કાસ્ટિંગ પરફેક્ટ હતું. ઐશ્વર્યા અને અક્ષય ખન્ના તે વખતે એકદમ નવાં નવાં હતાં અને તેના કારણે ફિલ્મના પડદા પર તેમની એ ળેશનેસ વર્તાતી હતી.

અનિલ કપૂર તે વખતે પણ મોટો સ્ટાર હતો અને ફિલ્મમાં પણ તેને એક અતિ મતલબી મોટા સ્ટાર તરીકે જ રજૂ કરાયો હતો. ઘઈએ સ્વીકાર્યું હતું કે પોતાની પાછલી કેટલીક ફિલ્મો નબળાં કાસ્ટિંગને કારણે ફલોપ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.