Western Times News

Gujarati News

૩૧ મતનો તફાવતઃ કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી

પક્ષના મતે જો પુષ્પાબેનને ૩૧ કરતાં વધુ વધારાના મત મળે તો તેઓ પ્રથમ બેઠક પર વિજેતા જાહેર થઈ શકે છે

વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૦૨૬ની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧માં માત્ર ૩૧ મતના તફાવતે રાજકીય ગરમાવો વધી ગયો છે.

સામાન્ય બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને ૧૩,૩૪૧ મત મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે ૧૩,૩૭૨ મત મેળવી માત્ર ૩૧ મતથી જીત નોંધાવી છે.

આ પરિણામ બાદ કોંગ્રેસે ફરી મતગણતરી (રિકાઉન્ટિંગ) કરવાની માગ ઉઠાવી છે. પક્ષના મતે જો પુષ્પાબેનને ૩૧ કરતાં વધુ વધારાના મત મળે તો તેઓ પ્રથમ બેઠક પર વિજેતા જાહેર થઈ શકે છે.

આ સાથે બીજી સામાન્ય મહિલા બેઠક પર કોંગ્રેસની અમી રાવતને ૧૧,૯૨૦ મત મળ્યા છે, જ્યારે ભાજપની શ્વેતા શાહને ૧૦,૭૮૫ મત મળ્યા છે. એટલે કે અમી રાવત લગભગ ૧,૦૦૦થી વધુ મતોથી આગળ છે. હાલની સ્થિતિમાં કોંગ્રેસના અમી રાવત ૧૧,૧૩૫ મત સાથે આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે,

કોંગ્રેસનું ગણિત એવું છે કે જો રિકાઉન્ટિંગમાં પુષ્પાબેન વાઘેલાને ૩૧ કરતા વધુ મત વધુ મળે તો બીજી બેઠક પર અમી રાવતની લીડને કારણે કોંગ્રેસને વોર્ડ નં. ૧માં સીધી બે બેઠકો મળી શકે.

આ સમગ્ર મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં રિકાઉન્ટિંગ માટે અરજી સાથે પિટિશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.