Western Times News

Gujarati News

ધુરંધર ટ્રેલર લોન્ચ બાદ ટ્રોલ થઈ હતી, હવે રામાયણ પણ ભારે ટ્રોલ

મુંબઈ, ધુરંધર ફિલ્મની જંગી સફળતા તેને બેસ્ટ ફિલ્મમાં મુકી રહી છે ત્યારે નોંધનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું ત્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી. આ ફિલ્મના કાસ્ટિંગ ડાઈરેક્ટર મુકેશ છાબડા હતાં.

ફિલ્મની સફળતા બાદ સૌથી વધારે પ્રસંશા મુકેશ છાબડાની થઈ હતી કેમ કે તેના કલાકારો અસલ જીવનના કેરેક્ટર્સ સાથે એટલા બધા મેચ થતાં હતાં કે લોકોનો ઈન્ટરેસ્ટ વધી ગયો હતો. મુકેશ છાબડા અપકમિંગ મલ્ટિસ્ટારર ફિલ્મ રામાયણમાં પણ કાસ્ટિંગ કર્યું છે. હવે મજાની વાત એ છે કે રામાયણનું ટીઝર લોન્ચ થયાં બાદ કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

મુકેશ છાબડા કહે છે કે આવી ચિજોના કારણેતેને ડર લાગે છે પણ દર્શકો ખુબ સ્માર્ટ છે. મુકેશ કહે છે કે વર્તમાનમાં નેગેટિવિટી ખુબ વધી ગઇ છે. મને નતી ખબર કે આ બધુ કોણ કરાવે છે અને કેવી રીતે કરાવે છે. લોકોઓવરજજ કરવા લાગે છે. મને નથી ખબર પણ હાલમાં કોઇની પણ સાથે આવું થઈ શકે છે.

ટ્રોલ કલ્ચર ખુબ વધી ગયું છે. નોંધનીય છે કે ધુરંધરને લઈને ઈન્ટરર્નેટ બે ભાગમાં વહેચાયેલું રહ્યું છે. ખુબ લોકોએ તેને બહુ પસંદ કરી છે જ્યારે કેટલાક લોકો તેને પ્રોપેગેન્ડા ફિલ્મ કહી રહ્યા છે. કેટલાક લોકો તેમાં દર્શાવવામાં આવેલી હિંસા વિરુદ્ધ પણ બોલ્યા. હવે રામાયણનું ટીઝર લોંચ થયાં બાદ કેટલાક લોકો રણબીર કપુરના લુકની પ્રસંસા કરી રહ્યા છે ત્યારે તેના વીએફએક્સને નેગેટિવ કોમેન્ટ મળી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.