નવાઝુદ્દીનના ઈન્ટરવ્યુએ પુત્રી શોરાને ગૂગલ પર ટોપ ટ્રેન્ડમાં પહોંચાડી દીધી
મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દીકીની પુત્રી શોરાની ચર્ચા તો ઘણા સમયથી ઈન્ટચરનેટ પર ચાલી રહી છે. પણ હવે ફરી એકવાર ગૂગલ પર ટોપ ટ્રેન્ડમાં છે. શોરા ટ્રેન્ડ થઈ રહી છે તેની પાછળનું કારણ તેના પિતા નવાઝુદ્દીનનો એક ઈન્ટરવ્યુ છે.
આ મુલાકાતમાં નવાઝ પોતાની પુત્રીની એક્ટિંગ માટેની પેશન અંગે વાત કરે છે. સાથે એમ પણ કહ્યું હતું કે શોરા તેની સૌથી મોટી ક્રિટિક છે. શોરા તેને ડાન્સની મજાક પણ ઉડાવે છે. નવાઝે આ મુલાકાતમાં ફિલ્મો સાથે જોડાયેલાં અનેક મુદ્દા પર વાત કરી હતી.
જ્યારે તેને પુછવામાં આવ્યું કે તેની પુત્રી ખુબ સુંદર છે અને ઈન્ટરનેટ પર લોકો તેને પસંદ કરી રહ્યા છે ત્યારે નવાઝે જવાબ આપ્યો હતો કે પુત્રી હજું તેનો અભ્યાસ પુર્ણ કરી રહી છે. નવાઝે જો કે ઉમેર્યું હતું કે શોરા એક્ટિંગ અંગે ખુબ પેશનેટ છે. જો કે તે આ બધુ અભ્યાસ પુર્ણકર્યા બાદ કરશે.
નવાઝ કહે છે કે તેની પુત્રી તેને બધુ મોઢા પર જ કહી દે છે. જ્યારે નવાઝને પુછવામાં આવ્યું કે શોરાને તેની કઈ ફિલ્મ પસંદ છે ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે તેની તેને જાણ નથી. કદાચ તેણીએ એકપણ ફિલ્મ જોઈ નહીં હોય. જો કે તે ઉમેરે છે કે તેની પુત્રી સાતે એક્ટિંગ પર વાત થતી નથી, શોરા તો તેના ડાન્સની ટીકા કરતી હોય છે. તે સકહે છે કે તમે ડાન્સ જ ના કરો.SS1MS
