Western Times News

Gujarati News

બોલીવુડ એન્ટ્રી પર સાઈ પલ્લવીએ તેની નબળી હિંદી માટે માફી માંગી

મુંબઈ, સાઈ પલ્લવી આમિર ખાનના પુત્ર જુનેદ ખાન સાથે ફિલ્મ “એક દિન’થી બોલીવુડ કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં એક ઈ વેન્ટનું આયોજન થયું હતું.

તે ઇવેન્ટમાં આમિર ખાન સહિત ફિલ્મના કલાકારો પણ હાજર રહ્યા હતા. સાઈ પલ્લવી પણ ઈવેન્ટમાં પહોંચી હતી. ઈ વેન્ટમાં તેણે એક લાગણીસભર સ્પીચ આપી હતી. પોતાની નબળી હિંદી ભાષાને મુદ્દે માફી માંગતાં તેણે કહ્યું કે તે ઉસ્તાહની સાથોસાથ થોડી નર્વસનેસ પણ અનુભવી રહી છે.

કાર્યક્રમમાં સાઈ પલ્લવીને મંચ પર બે શબ્દો કહેવા બોલાવવામાં આવી હતી. હિંદી પર પોતાની મર્યાદિત પકડને મુદ્દે માફી માંગી હતી. તેણે ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા લોકોને કહ્યું કે બોલતી વખતે તેની વ્યાકરણની ભૂલો થઈ શકે છે. પલ્લવીએ કહ્યું કે કાર્યક્રમમાં મારે બોલવું પડશે તે જાણતીનહોતી. મને જાણ હોત તો હિંદીમાં થોડી તૈયારી કરી લેત. તો ભૂલો બદલ મને માફ કરવામાં આવે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.