Western Times News

Gujarati News

‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’ પછી અક્ષય-પ્રિયદર્શન ફરી એકવાર સાથે આવશે

મુંબઈ, પ્રિયદર્શન હાલ ધીમા પડવાના મૂડમાં નથી, તેઓ એક પછી એક બોલિવૂડની ફિલ્મ હાથણાં લઇ રહ્યા છે. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી કામ કરી રહ્યા છે અને નિયમિત અંતરે ફિલ્મો બનાવી રહ્યા છે. ગયા અઠવાડિયે તેમની ફિલ્મ ભૂત બંગલા રિલીઝ થઈ છે, જે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. તેમણે અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથે હૈવાનનું શૂટિંગ પણ પહેલાં જ પૂર્ણ કરી દીધું છે.

હવે પ્રિયદર્શને જાહેર કર્યું છે કે, તેઓ વધુ બે ફિલ્મોનું દિગ્દર્શન કરશે, તેમાં એક પંકજ ત્રિપાઠી સાથે અને બીજી મોહનલાલ સાથે હશે. હવે જાણવા મળ્યું છે કે તેઓ ગુપ્ત રીતે વધુ એક ફિલ્મ પર પણ કામ શરૂ કરી ચૂક્યા છે.

એક સુત્ર દ્વારા માહિતી મળી છે કે, “પ્રિયદર્શન એક રસપ્રદ ફિલ્મ તૈયાર કરી રહ્યા છે અને તેમાં અક્ષય કુમારને સાઇન કર્યાે છે. આ એક ટિપિકલ પ્રિયદર્શન એન્ટરટેનર હશે, જે યુવાનો અને પારિવારિક દર્શકો બંનેને ગમશે.”સુત્રએ આગળ કહ્યું, “આ ફિલ્મનું નિર્માણ ટીપ્સ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે અને આ પહેલી વાર છે જ્યારે આ જાણીતું બેનર પ્રિયદર્શન સાથે કામ કરશે.”

આ અનટાઇટલ્ડ ફિલ્મ ૨૦૧૪માં આવેલી અક્ષય કુમારની એન્ટરટેઇન્મેન્ટ પછી અક્ષય કુમાર અને ટીપ્સ વચ્ચેની બીજી ફિલ્મ છે.અક્ષય કુમાર અને પ્રિયદર્શન અત્યાર સુધીમાં ૭ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે—હેરા ફેરી, ગરમ મસાલા, ભાગમ ભાગ, ભૂલ ભુલૈયા, દે ધના ધન, ખટ્ટા મીઠા અને ભૂત બંગલા. હૈવાન તેમની આઠમી ફિલ્મ હશે, જ્યારે ટીપ્સ સાથેની આ ફિલ્મ તેમની એકબીજા સાથે નવમી બની રહેશે.

કાનુની મુદ્દાઓ ઉકેલાયા પછી તેઓ હેરા ફેરી ૩ માટે પણ કામ શરૂ કરશે.ભૂત બંગલાની રિલીઝ પહેલાં પ્રમોશન દરમિયાન આપેલા એક ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારે પ્રિયદર્શનના વખાણ કરતા કહ્યું હતું કે, સમયપાલન તેમની ભાગીદારીનું મુખ્ય કારણ રહ્યું છે. તેણે કહ્યું,“આ માણસ સંપૂર્ણ શિસ્તબદ્ધ છે. સંપૂર્ણ શિસ્તબદ્ધ. તેથી જ અમે બંને બહુ સારી રીતે સાથે કામ કરીએ છીએ. અમારી ૭ વાગ્યાની શિફ્ટ ૭ વાગ્યે જ શરૂ થાય છે.

૩ વાગ્યે પેક-અપ થઈ જાય છે અને જીવન આરામથી પસાર થાય છે. કોઈ ટેન્શન નથી. તેમને માત્ર એક સારો પ્રોડ્યુસર જોઈએ જે બધું સમયસર લાવે અને એવો અભિનેતા જોઈએ જે સમયસર આવે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.