Western Times News

Gujarati News

ઈરફાન ખાને ફિલ્મોમાં એન્ટ્રી કરતાં જ કલાકારોને પાછળ રાખી દીધા હતા

મુંબઈ, મોટા પરદા પર ગંભીર, સંવેદનશીલ અને પ્રભાવશાળી પાત્રો નિભાવનારા ઈરફાન ખાનનો જન્મ ગ્લેમરની દુનિયામાં નહોતો થયો. અભિનય તેમને વારસામાં પણ નહોતો મળ્યો.

સાધારણ પરિવારના ઇરફાને એક એવું સપનું જોયું હતું કે જેને પુરૂ કરવું મુશ્કેલ હતું. બુધવારે ઇરફાનની પુણ્યતિથીએ સૌએ તેમને યાદ કર્યા હતા. ઇરફાન ખાનો જન્મ ૭જાન્યુઆરી ૧૮૬૭ના રોજ જયપુરના ટોંક ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. પુરૂનામ સાહબજાદે ઇરફાન અલી ખાન હતું. પિતા ટાયરનો વ્યવસાય કરતા હતા.

પરિવાર ઇચ્છતો હતો કે ઈરફાન પરંપરાગત રસ્તે આગળ વધે. પરંતુ ઇરફાન અભિનય તરફ ઢળેલા હતા. જયપુરમાં અભ્યાસ દરમિયાન જ નક્કી કરી લીધું કે તેનું અસલી સપનું અભિનય છે.

પરિવાર આર્થિકરૂપે સમૃદ્ધ નહોતો. તેથીઅભિનયનો રાહ સરળ નહોતો. તેમ છતાં ઈ રફાન ખાને એનએસડીમાં પ્રવેશ મેળવી લીધો. તે પછી આરંભિક દોરમાં ઈરફાનને ફિલ્મોમાં મોટી ભૂમિકા નહોતી મળી રહી. ગુજરાન ચલાવવા નાના મોટા કામ, ટ્યૂશન વગેરે કરતા હતા. તેમણે ગુજરાન ચલાવવા એસી રિપેરિંગકામ શરૂ કર્યું. એક વાર એસી રિપેરિંગ માટે સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઘેર પહોંચ્યા હતા. પહેલીવાર કોઇક સ્ટારને મળીને ઇરફાન બેભાન થઇ ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.