Western Times News

Gujarati News

સૈફની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે

મુંબઈ, સૈફ અલી ખાનની ત્રણ વરસથી અભેરાઇએ ચડી ગયેલી ફિલ્મ ‘કર્તવ્ય’ હવે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ શાહરુખ ખાને પોતાની કંપની રેડ ચિલીઝનાં બેનર હેઠળ બનાવી છે.

‘કર્તવ્ય’માં સૈફ અલી ખાન ઉપરાંત રશ્મિકા દુગ્ગલ, ઝાકિર હુસૈન અને સંજય મિશ્રા જેવા કલાકારો નો સમાવેશ થાય છે. આ ફિલ્મના નિર્માણમાં અનેક વિધ્નો આવ્યાં હતાં. તેનું પ્રોડક્શન શિડયૂલ સતત ઠેલાતું રહ્યું હતું. છેવટે શાહરુખ કે સલમાન કોઈનેય આ પ્રોજેક્ટમાં રસ રહ્યો ન હતો.આથી ફિલ્મ થિયેટરમાં રીલિઝ કરવાને બદલે સીધી એક ઓટીટી પ્લેટફોર્મને વેચી દેવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.