Western Times News

Gujarati News

હું અતિશય ખરાબ ડાન્સર હતી, કોરિયોગ્રાફર મારા પર ગુસ્સો કરતા: અભિનેત્રી પ્રિયંકા

મુંબઈ, આટલા વર્ષાે દરમિયાન, પ્રિયંકા ચોપરાએ એક ઓલ-રાઉન્ડ પરફોર્મર તરીકે પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી તરીકે, તેણે ફાઈટ્‌સ, ડાન્સ, ઇમોશનલ સીન બધું કર્યું છે.

પરંતુ પ્રિયંકા કબુલે છે કે, તે હંમેશા દરેક બાબતમાં એટલી સારી નહોતી. એક નવા ઈન્ટરવ્યુમાં, તેણે કહ્યું છે કે જ્યારે તેણે પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી ત્યારે તે ડાન્સ બાબતે અતિશય ખરાબ હતી, એટલી ખરાબ કે એક કોરિયોગ્રાફરે સેટ પર તેના પર બુમો પાડીને ગુસ્સો કર્યાે હતો.ઈન્ટરવ્યુમાં, પ્રિયંકાએ બોલિવૂડમાં પોતાનાં શરૂઆતનાં દિવસોને યાદ કર્યા હતાં.

તેણે કહ્યું, “જ્યારે મેં શરૂઆત કરી ત્યારે હું એક અતિ ખરાબ ડાન્સર હતી. હું એક સાથે એક્ટિંગ કરી શકતી નહોતી અને કોરિયોગ્રાફી મુજબ સરખી રીતે ડાન્સ કરી શકતી નહોતી, ઉપરાંત મારા કો-સ્ટાર સાથે કો-ઓર્ડિનેટ પણ કરવું પડતું હતું. મારા ૧૯ કે ૨૦ વર્ષનાં મગજ માટે આ બધું બહુ વધારે હતું.” તેણે યાદ કર્યું.પ્રિયંકાએ કહ્યું કે આ નબળાઈને કારણે તેની એક સિનિયર કોરિયોગ્રાફર રાજુ ખાન સાથે ટક્કર પણ થઈ હતી. “હું સાઉથ આળિકામાં રાજુ ખાન સાથે શૂટિંગ કરી રહી હતી અને મારી એક્શન ચૂકી જતી હતી.

તે મારા પર એટલા ગુસ્સે થયા કે તેમણે માઇક ફેંકી દીધું અને કહ્યું, ‘તું ભલે પેજન્ટમાંથી આવી હોય, પરંતુ એક્ટ્રેસ બનતા પહેલા ડાન્સ શીખી લે.’ અને પછી તે ત્યાંથી ચાલ્યા ગયા અને મને ખુબ શરમ લાગી હતી.”

પ્રિયંકાએ આગળ કહ્યું કે હવે તે અને રાજુ ખાન ‘ખૂબ સારા મિત્રો’ છે. પ્રિયંકાએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, કેટરિના વધુ સારી ડાન્સર બનવા અને આ પડકારને દૂર કરવા માટે તેણે ડાન્સ શીખવાનું શરૂ કર્યું અને કેટરીના કૈફ સાથે રોજ છ કલાક પ્રેક્ટિસ કરી. તે સમયે, કેટરીના બોલિવૂડમાં એક ઉભરતી સ્ટાર હતી, પરંતુ દર્શકોમાં તેના ડાન્સ માટે પહેલેથી જ જાણીતી હતી. પ્રિયંકાએ પોતાની ઈમેજ બદલી અને આગળના વર્ષાેમાં ‘દેસી ગર્લ’ અને ‘રામ ચાહે લીલા’ જેવા ડાન્સ નંબર્સમાં દેખાઈ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.