Western Times News

Gujarati News

રણવીર સિંહની ‘પ્રલય’ ફરી ટ્રેક પર, આૅગસ્ટમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા

મુંબઈ, રણવીર સિંહની આગામી ફિલ્મ પ્રલય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે હવે નવા અહેવાલ આવી રહ્યા છે, જેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે કે પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે ટ્રેક પર છે.

તાજેતરના અહેવાલ મુજબ, આ ઝોમ્બી થ્રિલરનું શૂટિંગ આૅગસ્ટ ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા છે.આ ફિલ્મને લઈને થોડા સમય પહેલાં ક્રિએટિવ ડિફરન્સિસ અને વિલંબની ચર્ચાઓ હતી, પરંતુ પ્રોડક્શન સાથે જોડાયેલા સુત્રોએ આ બધું નકારી કાઢ્યું છે. સુત્રના જણાવ્યા મુજબ, “પ્રલય અંગે અનિશ્ચિતતા દર્શાવતા અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

રણવીર સિંહ અને જય મહેતા સતત ચર્ચાઓ કરતા રહ્યા છે અને સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે. ટીમ હાલ પ્રી-પ્રોડક્શનનાં તબક્કામાં પ્રવેશી ગઈ છે અને એક ભવ્ય સિનેમેટિક સ્પેક્ટેકલ તૈયાર કરવાની તૈયારી કરી રહી છે, આૅગસ્ટ ૨૦૨૬માં શૂટિંગ શરૂ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.”જો આ માહિતી સાચી હોય, તો ફિલ્મ હાલ મહત્વપૂર્ણ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે, જેમાં લોકેશન સ્કાઉટિંગ, કોન્સેપ્ટ ડિઝાઇન, એક્શન પ્લાનિંગ, વીએફએક્સની તૈયારી અને કાસ્ટિંગ જેવી પ્રક્રિયાઓ સામેલ છે.

આ ફિલ્મને એક મોટા સ્કેલની તબાહી પછીની દુનિયા દર્શાવતી એક્શન થ્રિલર તરીકે વર્ણવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે ફિલ્મ ઝોમ્બી જોનરને બોલિવૂડમાં એક નવા અને મોટા સ્તરે રજૂ કરવાની કોશિશ કરશે, જેના પર હિન્દી સિનેમામાં હજુ સુધી ખાસ કામ થયું નથી.ડિરેક્ટર જય મહેતા, જેમણે વેબ સિરીઝમાં કામ કર્યું છે, તેઓ ગયા વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

આ ફિલ્મનો સ્ક્રીનપ્લે જય મહેતા અને લૂટેરાના લેખક વિશાલ કપૂરે મળીને લખ્યો છે.ફિલ્મનું નિર્માણ હંસલ મહેતાની ટ્‌› સ્ટોરી ફિલ્મ્સ અને રણવીર સિંહની મા કસમ ફિલ્મ્સ દ્વારા, અપ્લાઉઝ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવશે. અહેવાલો મુજબ, આ ફિલ્મનું બજેટ લગભગ ૩૦૦ કરોડ હોઈ શકે છે, જે તેને હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાં સ્થાન અપાવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.