હૈદરાબાદમાં અકસ્માત: કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ, એક જ પરિવારના ૨ બાળકો સહિત ૬ના મોત
હૈદરાબાદ, ૨ મે: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં શુક્રવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરના આઉટર રિંગ રોડ (ORR) પર પૂરપાટ ઝડપે જતી એક કારે રસ્તાના કિનારે પાર્ક કરેલા ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત કુલ ૬ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
યાદગિરી ગુટ્ટાથી પરત ફરતા સમયે સર્જાયો કાળ
પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર યાદગિરી ગુટ્ટાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. અકસ્માત બપોરના સમયે આઉટર રિંગ રોડના એક્ઝિટ નંબર ૧૬ પાસે થયો હતો. મૃતકોની ઓળખ સિરસિલાના રહેવાસી તરીકે થઈ છે, જેઓ હાલ હૈદરાબાદમાં રહેતા હતા. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, કારની પૂરપાટ ઝડપ આ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે.
ક્રેન અને ભારે જહેમતથી મૃતદેહો બહાર કઢાયા
ટક્કર એટલી ભયાનક હતી કે આખી કાર ટ્રકના પાછળના ભાગમાં ફસાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કારમાં કુલ ૭ લોકો સવાર હતા, જેમાંથી ૬ લોકોએ જીવ ગુમાવ્યો છે.
માર્ગ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ટ્રકની પાછળના ભાગમાં ફસાઈ ગઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. ખૂબ જ મુશ્કેલીથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માત સમયે કારમાં સાત લોકો હતા. એવું માનવામાં આવે છે કે ઝડપી ગતિ અકસ્માતનું કારણ હતી.
