બોલિવૂડમાં પેઇડ PR બંધ થવું જોઈએ: કરણ જોહર
મુંબઈ, કરણ તાજેતરમાં એક પેનલ ડિસ્કશનમાં હાજર રહ્યો હતો, જ્યાં એક હાજર વ્યક્તિએ પીઆર ટ્રેન્ડ બોલિવૂડમાં વધી શકે છે. તેના જવાબમાં કરણે કહ્યું,“મને લાગે છે કે બોલિવૂડે પીઆર બંધ કરવું જોઈએ. એ જ વધારે સારું રહેશે. તેમની સિદ્ધિઓને પોતે જ બોલવા દેવી જોઈએ, કારણ કે દુર્ભાગ્યે હવે બધું ‘પેઇડ પીઆર ’ બની ગયું છે.
જો તમે એવું કહેવા માંગો છો કે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો, તો એનાં પણ તમારે પૈસા ચૂકવવા પડે છે. જો એવું કહેવું હોય કે તમે દુનિયાના શ્રેષ્ઠ એક્ટર છો, તો પણ તમારે પૈસા ચૂકવવા પડે છે. મને લાગે છે કે પીઆર બાબતમાં આપણે ખુબ અતિશ્યોક્તિની સ્થિતિમાં આવી ગયાં છીએ.
પોતાનું માર્કેટિંગ કરવાનું બંધ કરીને પોતાનાં કામને બોલવા દેવું જોઈએ.”કરણે સ્પષ્ટ કર્યું કે તે કોઈ ખાસ એક્ટર વિશે વાત નથી કરતો, પરંતુ સમગ્ર ટ્રેન્ડ વિશે વાત કરી રહ્યો છે. તેણે ઉમેર્યું કે પેઇડ પીઆર ના કારણે દર્શકોનો સાચી પ્રતિસાદ સમજવો મુશ્કેલ થઈ ગયો છે.કરણે કહ્યું, “હું સામાન્ય રીતે બધા વિશે કહી રહ્યો છું.
પબ્લિસિટી અને માર્કેટિંગ ખૂબ જ મહત્વના ક્ષેત્રો છે અને તેમને એ દૃષ્ટિએ જ માન આપવું જોઈએ. પરંતુ હવે બધું પૈસાથી ઉપલબ્ધ છે અને આ બાબત ખૂબ નિરાશાજનક છે, કારણ કે પછી તમને સમજાતું નથી કે શું સાચે જ લોકોને શું ગમે છે અને શું નહીં.
હવે દરેક વસ્તુને લઈને એવું લાગે છે કે ‘લોકોને ખરેખર ગમે છે કે તેમને ગમાડવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા છે?”આ સાથે જ કરણ જોહરે જાહેરાત કરી છે કે કોફી વિથ કરણ શો તેની નવમી સીઝન સાથે આ દિવાળીએ પાછો આવશે. આ શો છેલ્લે ૨૦૨૪માં પ્રસારિત થયો હતો.SS1MS
