Western Times News

Gujarati News

અભિનેત્રી દેવોલિનાનો મમતા બેનરજી પર આકરો કટાક્ષ

મુંબઈ, ટેલિવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યા વારંવાર પોતાના બિન્દાસ્ત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે તેણે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ સોશિયલ મીડિયા પર ચૂંટણી અને દેશના બે મુખ્ય નેતાઓને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે, જેના કારણે ઈન્ટરનેટ પર નવો વાદવિવાદ છેડાયો છે. દેવોલિનાએ પશ્ચિમ બંગાળના ભૂતપુર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહાર કર્યા છે.

દેવોલિના સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે જો મેં કોઈપણ રાજનેતાને નફરત કરી હશે તો તે આ જ છે. આરજી(રાહુલ ગાંધી) અને તેની ટોળકી કરતાં પણ વધારે. અસલમાં મને લાગે છે કે આરજી એક સારા માણસ છે અને તેમની સેન્સ ઓફ હ્યુમર ખુબ સારી છે, જેનો ફાયદો દરેક વખતે કેન્દ્ર સરકારને જ મળે છે.

દેવોલિના વધુમાં લખે છે કે એમબી અને તેમની ટોળીને ટાટા, હવે ડબલ્યુબી(વેસ્ટ બંગાળ)માં તમારો ચહેરો ક્યારેય જોવા નહીં મળે. ડબલ્યુબીએ આટલા બધા વર્ષાે સુધી જે ખરાબ સપનું સહન કર્યું છે તે હવે ખતમ થયું છે. બદલાવની જરૂરિયાત હતી તેથી બદલાવ થઈ ગયો છે. હવે કોઈ રુમ્બા-તુમ્બા-ઝુમ્બા નહીં કરે. હવે તો બસ ઢિંકા-ચિકા, ઢિંકા ચિકા જ ચાલશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.