મમતાના કારમા પરાજય સાથે વિવેકે પોતાનો ગુસ્સો ઠાલવ્યો
મુંબઈ, ભાજપની પ્રચંડ જીત અને તૃણમુલ કોંગ્રેસના કારમા પરાજય બાદ બંગાળની જનતાને અભિનંદન આપતાં ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ પોતાની જુની કડવાશ ઠાલવી છે. વિવેકે ટિ્વટ કરી છે જેમાં ધ કાશ્મીર ફાઈલ્સ અને ધ બંગાળ ફાઈલ્સ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને યાદ કરતાં મમતા પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે લોકોને યાદ અપાવ્યું હતું કે મમતા સરકારે તેની ફિલ્મને રિલિઝ થતી રોકવા માટે કેવી કેવી યુક્તિઓ અપનાવી હતી.
એટલું જ નહીં વિવેકે એમ પણ જણાવ્યું હતું કે તેમણે હાર નહોતી માની અને છુપાઈને પણ બંગાળના લોકોને આ ફિલ્મ દેખાડી હતી. વિવેકે લેટેસ્ટ ટિ્વટમાં જણાવ્યું છે કે, હવે ક્યારેય નહીં.
જો લોકો જાણતા નથી તેમના માટે જણાવી દઉ કે ધ કાશ્મીર ફાઈલ્સના રિલિઝ બાદ મમતા બેનર્જીએ બંગાળમાં મારો બહિષ્કાર કરાવી દીધો હતો. ફિલ્મને થિયેટર્સમાંતીહટાવી દેવાઈ અને મને જણાવી દેવામાં આવ્યું કે તમને બંગાળમાં પગ મુકવાની પણ મંજુરી નહીં મળે.
પાછલા વર્ષે બંગાળમાં ધ બંગાળ ફાઈલ્સ પર પણ સંપુર્ણ પ્રતિબંધ લગાવી દીધો. અમારા ટ્રેલર લોંચને રોકી દેવાયું, અમારા પર હુમલા થયાં અને મારપીટ પણ થઇ. વિવેક આગળ લખે છે કે મારી સામેડઝનબંધ એફઆઈઆર ફાઈલ થઇ.
રાજ્યપાલ પાસે હું પુરસ્કાર લેવા પણ ના જઈ શક્યો. જો કે મેં હાર માની નહીં. આ ચૂંટણીમાં અમે એ સુનિશ્ચિત કર્યું હતું કે હું છુપાઈને પણ વધુમાં વધુ લોકોને આ ફિલ્મ દેખાડી શકું. બંગાળના લોકોને ખુબ ખુબ વધાઈ. હવે તમે કોઈ ડર વગર પોતાનં માથું ઊંચું કરીને ચાલી શકો છો.SS1MS
