Western Times News

Gujarati News

સંદીપ રેડ્ડીએ વિજયના વિજયને સિનેમાની જીત ગણાવી

મુંબઈ, વિજય થલપતિના પક્ષે તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યાે છે. તેના આ વિજય પર સિનેમા જગતના સાથીદારો વિજયને વધાઈ આપી રહ્યા છે. લેટેસ્ટ ટિ્‌વટ સંદિપ રેડ્ડી વાંગાની છે. સંદિપ લખે છે કે આ સિનેમાની તાકાત છે જે સિસ્ટમને હલાવી શકે છે.

તેમણે વિજય અને તેના પક્ષને અભિનંદન આપ્યા છે. સંદિપની કોમેન્ટ્‌સ પર લોકો પોતાના વિચાર વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકો તેના આ નિવેદન સાથે સહમત નથી. કેટલાક લોકો લકે છે કે આ કોઈ સિનેમાની તાકાત નથી પરંતુ વિજયે જમીન સ્તરે જે કામ કર્યું છે તેની અસર છે. જ્યારે કેટલાક લોકો લખે છે કે તમિલ લોકો વિજયને ચૂંટીને પસ્તાશે.

સંદિપ લખે છે કે સિનેમા આ કરી શકે છે, લોકોને જગાવી શકે છે. સિસ્ટમને હલાવી શકે છે. અંહી તે સિનેમાના પરદા પરથી ઊતરીને જમીન પર કબજો કરે છે. કોઈ હાઈપ નહીં, કોઈ શોરબકોર નહીં, અસલી તાકાત, વિજય સર અને તમિલગા વેત્રી કઝગમને મારી દિલથી વધાઇ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.