Western Times News

Gujarati News

૭૮મા મેટ ગાલામાં વિશ્વભરના સિતારાઓનો ઝગમગાટ

મુંબઈ, ૭૮મા મેટ ગાલામાં વિશ્વભરના સેલિબ્રિટીઓનો મેળાવડો જોવા મળ્યો. કેટી પેરી અને ટેયાના ટેલરથી લઈને બેયોન્સે, મેડોના, કિમ કાર્દાશિયન, નિકોલ કિડમેન, કેન્ડલ જેનર અને સબરીના કાર્પેન્ટર સુધી, ઘણી સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.

કેટી પેરી એસ્ટ્રોનોટના લુકમાં આવી હતી, ત્યારે ડોએચી અને હૈદી ક્લૈમ સહિત અન્ય ઘણા સ્ટાર્સના આઉટ ફીટએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.અમેરિકન ગાયિકા કેટી પેરી મેટ ગાલા ૨૦૨૬ માં રેડ કાર્પેટ પર સફેદ પોશાક પહેરીને આવી હતી.તેણીએ એક વિચિત્ર ફેસ માસ્ક પહેર્યાે હતો, જેનાથી તેણી એસ્ટ્રોનોટ જેવી દેખાતી હતી.

અમેરિકન ગાયિકા-અભિનેત્રી મેડોનાના દેખાવે પણ ધ્યાન ખેંચ્યું.અભિનેત્રી ટેયાના ટેલરે એક વિશિષ્ટ સિલ્વર ળિન્જ ગાઉન પહેર્યું હતું.ગાયિકા-અભિનેત્રી બેયોન્સે નેક્ડ સ્કેલટન આઉટ ફીટમાં આવી હતી.ગાયિકા રિહાન્નાએ ગ્લેન માર્ટેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા આ વિશિષ્ટ મેઇસન માર્ગીલા આર્ટિસનલ લુકમાં રેડ કાર્પેટ પર આવી હતી.કિમ કાર્દાશિયનનો આઉટફિટ ચામડાના કારીગરો સાથે અનોખા સહયોગથી ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

અમેરિકન રેપર-ગાયિકા ડોએચ ના પોશાકે બધાનું ધ્યાન ખેંચ્યું. તે બર્ગન્ડી કસ્ટમ પોશાકમાં રેડ કાર્પેટ પર આવી હતી. અમેરિકન ગાયિકા-અભિનેત્રી સબરીના કાર્પેન્ટરે કસ્ટમ ક્રિશ્ચિયન ડાયોર ગાઉન પહેર્યાે હતો.

ગાયિકા-રેપર અને અભિનેત્રી જેનેલ મોનેએ એક અનોખો ગાઉન પહેર્યાે હતો જે પ્રકૃતિ અને ટેકનોલોજીનું મિશ્રણ હતું. આ વખતે હેઈદી ક્લુમ એક જીવંત પ્રતિમા તરીકે રેડ કાર્પેટ પર ચાલ્યા.

આ ઉપરાંત કરણ જોહરે આ વર્ષે મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું, તેના મિત્ર મનીષ મલ્હાત્રાના કલેક્શનમાંથી એક આઉટફિટ પહેરીને એન્ટ્રી કરી.તેણે પોતાના પોશાક દ્વારા રાજા રવિ વર્માના વારસાને દર્શાવ્યો હતો. ‘ફ્રેમ્ડ ઇન એટરનિટી’ શીર્ષકવાળા આ પોશાકમાં, ૫૩ વર્ષીય જોહરે એક સ્ટ્રક્ચર્ડ, પાવર-શોલ્ડર્ડ વિન્ટેજ જેકેટ પહેર્યું હતું, જેના ઉપર હાથથી પેઇન્ટેડ કેપ હતો જે લગભગ છ ફૂટ લાંબો હતો.

આ કેપમાં જટિલ કારીગરી હતી, જે ૮૦થી વધુ કારીગરોની ટીમ દ્વારા ૮૫ દિવસમાં બનાવવામાં આવી હતી.ભારતીય સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હાત્રા સતત બીજા વર્ષે મેટ ગાલા રેડ કાર્પેટ પર હાજર રહ્યા.આ પોશાકમાં કેપ પર ભરતકામ કરાયેલ કારીગરોના નામ અને હસ્તાક્ષરો લખેલા હતા. આ ડિઝાઇનમાં મુંબઈ શહેરની ઝલક જોવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.