Western Times News

Gujarati News

નવાઝુદ્દીન સિદ્દિકીને મિત્રએ કરેલ અપમાનનો બદલો લેવાનુ ભારે પડયું હતુ

મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દિકીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના સ્ટ્રગલના દિવસોનો એક રમુજી કિસ્સો સંભળાવ્યો હતો. નવાઝ તે દિવસોને યાદ કરતાં કહે છે કે હું અને મારો એક મિત્ર હવાલદારના રોલ માટે ડિરેક્ટરને મળવા ગયાં હતાં.

કાસ્ટિંગ ડિરેક્ટરે અમને એક સિચ્યુએશન આપી તેને ઈમ્પ્ર›વાઈઝ કરવાનું જણાવ્યું. હું વિચારતો હતો ત્યારે મારા મિત્રે મને કહ્યું કે મેં તો વિચારી લીધું છે જ્યારે મેં જવાબ આપ્યો કે હું તો હજું વિચારું છું ત્યારે મારા પર મજાક કરતાં તેણેકહ્યું હતું કે હા વિચારો-વિચારો તમે તો એનએસડીના માણસ છો ને. મને તેના શબ્દો ખટક્યા તેથી તેનો બદલો લેવાનું વિચાર્યું. ડિરેક્ટરે આવીને અમારો રોલ દર્શાવવા જણાવ્યું.

મારા મિત્રે તો તરત જ વિચાર્યા પ્રમાણે શરૂં કરી દીધું પરંતુ મેં તેના રોલમાં ભાગ લેવાના બદલે તેને જ ખોટા સવાલો કરીને અવઢવમાં મુકી દીધો. જો કે અમારા આવા વર્તનથી કાસ્ટિંગ ડિરેક્ટર નારાજ થઈ ગયો હતો અને તેણે પોતાના માણસોને બોલાવીને અમને બન્નેને રવાના કરી દીધા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.