Western Times News

Gujarati News

રણબીર કપૂર પાપારાઝીઓ પર ઉશ્કેરાઈ ગયો, બધાને ખખડાવ્યા

મુંબઈ, મુંબઇમાં ‘દાદી કી શાદી’ના સ્ક્રીનિંગ દરમિયાન પાપારાઝીઓએ રણબીર કપૂર અને આલિયાને ઘેરી લીધા હતા. પરિણામે રણબીરે પિત્તો ગુમાવીને મીડિયાકર્મીઓને ગુસ્સાથી પાછળ હટવાનું કહ્યું હતું . તેના કારણે ઘડીભર વાતાવરણ ભારે તંગ થઈ ગયું હતું.

જોકે, થોડીવાર પછી રણબીર શાંત પડયો હતો અને તેણે તથા આલિયાએ સંયમ જાળવી રાખીને પાપારાત્ઝીઓને તસવીર અને વીડિયોની મંજૂરી આપી હતી. મંગળવારે સાંજના રણબીર અને આલિયા કાર્યક્રમના સ્થળે પોતાની કારમાંથી ઊતર્યા કે તરત જ ત્યાં હાજર રહેલા મીડિયાકર્મીઓ તેમની નજીક આવીને ઘેરી લેતાં બંનેનો રસ્તો રોકાઈ ગયો હતો.

આથી રણબીર ભારે ગુસ્સે થઈ ગયો હતો. સામાન્ય રીતે રણબીર અને આલિયા પાપારાઝીઓ સાથે બહુ મૈત્રીપૂર્ણ રીતે વર્તતાં હોય છે. આથી, તે કયાં કારણોસર આટલા ગુસ્સામાં આવી ગયો તે વિશે જાતજાતની ચર્ચા થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.