Western Times News

Gujarati News

દિપિકા શૂટિંગમાં બીઝી, રણવીર ઘરે પુત્રીને સંભાળે છે

મુંબઈ, બોલીવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં કામ છોડીને એક સારા પતિ અને પિતા હોવાની જવાબદારી નીભાવી રહ્યો છે. અહેવાલો અનુસાર દિપિકા હાલમાં કેપટાઉનમાં પોતાના અપકમિંગ ફિલ્મ કિંગની શૂટિંગમાં વ્યસ્ત છે.

આ સંજોગોમાં રણવીર સિંહ ઘરે રહીને પોતાની પુત્રી દુઆનું ધ્યાન રાખી રહ્યો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે કે પાછલા કેટલાક સમયથી રણવીર લાઈમલાઈટમાંથી અદ્રષ્ય થઈ ગયો હતો. નોંધનીય છે કે રણવીર માટે તેની પુત્રી દુઆ લકી ચાર્મ સાબિત થઇ રહી છે. ધુરંધર અને ધુરંધર-૨ બ્લોકબસ્ટર હિટ સાબિત થઇ છે.

અહેવાલો અનુસાર રણવીર અનેદિપિકા એકબીજાને ખુબ સપોર્ટ કરે છે. દિપિકા સાઉથ આળિકામાં શૂટિંગમાં બિઝી હોવાના કારણે રણવીર હાલમાં પ્રલય પર કામ કરી રહ્યો હોવા છતાં પણ તેમાંથી સમય કાઢીને પુત્રી સાથે સમય પસાર કરે છે. અહેવાલો અનુસાર રણવીરના કેટલાક નજીકના સંબંધી કહે છે કે પિતા બન્યા બાદ રણવીરના મૂળ સ્વભાવમાં અનેક બદલાવ આવ્યા છે.

એક્ટર પોતાની ફિલ્મ ધુરંધરના શૂટિંગ દરમિયાન પણ સમય કાઢીને પોતાના પરિવારને મળવા ૐ આવી જતો હતો. પર્સનલ ફન્ટ પર બન્ને કલાકારો હાલમાં બિઝી છે. દિપિકા શાહરૂખ સાથેની ફિલ્મ કિંગના શુટિંગમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ધુરંધર બાદ હવે રણવીર પ્રલય ફિલ્મ પર કામ શરૂ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.