યુનિટ મેમ્બરના મોતથી પ્રભાસની ફૌજીનું શૂટિંગ રોકાયું
મુંબઈ, એક્ટર પ્રભાસ હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ફૌજીના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે હાલમાં એક મોટા અકસ્માતના કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકાવવું પડયું છે.
હૈદરાબાદ પાસે સર્જાયેલાં એક માર્ગે અકસ્માતમાં ફિલ્મ યુનિટના એક સભ્યનું મોત થઈ ગયું હતું અને અન્ય પાંચને ગંભીર ઇજાઓ થઇ હતી. અહેવાલો અનુસાર આ અકસ્માત એવા સમયે જ સર્જાયો હતો કેજ્યારે ફિલ્મની ટીમ શૂટિંગ માટે રામોજી રાવ ફિલ્મ સીટી તરફ જઈ રહી હતી.
ટીમને લઈ જતું વાહન અનિયંત્રીત થઈને રોડનાડિવાઇડર સાથે ટકરાયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું જ્યારે ઘાયલોને તત્કાળ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતાં. આ દર્દનાક ઘટના સર્જાયા બાદ ફિલ્મના શૂટિંગને હાલપુરતું રોકી દેવામાં આવ્યું છે. જો કે અહેવાલો અનુસાર આ ફિલ્મનું લગભગ ૮૦ ટકા શૂટિંગ પુર્ણ થઈ ગયું છે અને કેટલીક એક્શન સિકવન્સ જ બાકી રહી છે.SS1MS
