Western Times News

Gujarati News

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષવાદી વિચારધારા ઊંડે સુધી જડાઈ ગઈ છે: ક્રિતિ સેનન

ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે ખુલીને વાત કરી

હાલ ક્રિતિ સેનન તેની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે

મુંબઈ, ક્રિતિ સેનને તાજેતરમાં આપેલાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ રહેલા ભેદભાવ વિશે ખુલીને વાત કરી હતી. ક્રિતિએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે અસમાન વર્તન અને વળતરમાં ભેદભાવ જેવી બાબતો આજે પણ બોલિવૂડમાં જોવા મળે છે.લાંબા સમયથી સિનેમામાં રહેલી અસમાનતાઓની વાત કરતી ક્રિતિએ જણાવ્યું કે ફિલ્મોમાં આર્થિક વાટાઘાટો દરમિયાન ઘણીવાર અભિનેત્રીઓને વધુ નુકસાન સહન કરવું પડે છે. તેનાં કહેવા મુજબ જ્યારે પ્રોડ્યુસર્સ બજેટમાં ઘટાડો કરવા માંગે છે, ત્યારે સૌથી પહેલાં અભિનેત્રીની ફી ઘટાડવાની ચર્ચા થાય છે.

ક્રિતિએ કહ્યું, “પૈસાને લઈને ઘણી વખત ઘર્ષણ થયું છે. જ્યારે તેઓ ચપ્રોડ્યૂસર્સૃ ખર્ચ ઘટાડવા માંગે છે, ત્યારે હિરોઇનની ફી ઓછી કરવાની વાત કરે છે, જ્યારે બજેટનો મોટો ભાગ તો પુરુષ અભિનેતા પર જ ખર્ચાતો હોય છે.”અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે આવી સમસ્યાઓ વર્ષાેથી ચાલતી આવેલી માનસિકતા અને સામાજિક માહોલની ઉપજી છે. તેનાં મતે પિતૃસત્તાક વિચારધારા આજે પણ ફિલ્મ સેટ્‌સ પરના નિર્ણયો પર અસર કરે છે, ઘણીવાર લોકોને તેની ખબર પણ નથી પડતી.“

પિતૃસત્તા હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ઊંડે સુધી જડાયેલી છે અને સમાનતા તરફ આગળ વધવા માટે આપણે સતત આ માનસિકતા હલાવતાં રહેવું પડશે.” ક્રિતિએ શૂટિંગ દરમિયાન જોવા મળતા નાનકડા પરંતુ મહત્વપૂર્ણ ભેદભાવનો પણ ઉલ્લેખ કર્યાે. તેણે કહ્યું કે ઘણીવાર સેટ પર પહેલા અભિનેત્રીને તૈયાર કરવામાં આવે છે જેથી પુરુષ અભિનેતાને રાહ જોવી ન પડે. ક્રિતિના મતે આવી બાબતો સામાન્ય લાગતી હોય, છતાં એ અંદરથી રહેલી અસમાન માનસિકતાનું પ્રતિબિંબ છે. તેણે ઉમેર્યું, “આ બધું અચેતન રીતે થાય છે, પરંતુ હવે તેમાં બદલાવ આવવો જોઈએ.”

પોતાના કૅરિયરની શરૂઆતના દિવસોને યાદ કરતાં ક્રિતિએ એક એવો પ્રસંગ પણ યાદ કર્યાે જ્યારે એક પુરુષ સહ-અભિનેતા, જે તેનાં કરતાં સિનિયર પણ નહોતો, તેને સેટ પર વધુ સારી કાર આપવામાં આવી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે મુદ્દો કારનો નહોતો, પરંતુ સમાન સન્માનનો હતો. “મને નાની નાની બાબતો યાદ છે, જેમ કે એક પુરુષ સહ-અભિનેતા, જે સિનિયર નહોતો, તેને વધુ સારી કાર આપવામાં આવી હતી. વાત કારની નહોતી, પરંતુ સમાન સન્માન મળવાની હતી.” ક્રિતિએ કહ્યું.હાલ ક્રિતિ સેનન તેની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.