Western Times News

Gujarati News

બાર કાઉન્સિલની ચૂંટણીઓમાં કથિત વોટ ચોરીનો આક્ષેપ દેશને કયાં લઈ જશે ?!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી હાઈપાવર કમિટીના અધ્યક્ષ જસ્ટીસ સિધ્ધાર્થભાઈ મૃદુલના નિરીક્ષણ હેઠળ યોજાઈ અને હાઈપાવર કમિટીનું અવલોકન સુપરવાઈઝર કમિટીના અધ્યક્ષ અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ સુધાંસુભાઈ ધુલીયાએ કર્યુ ! પરંતુ ચૂંટાયેલા સભ્યો લાચાર બની મહિલા કો-ઓપ્ટ સભ્યોની નિયુક્તિની રાહ જોઈ રહ્યા છે શું હોદ્દા અને ભાડાભથ્થા અટકી ગયા છે ?!

બાર કાઉન્સિલ ઓફ દિલ્હીની ચૂંટણીની મત ગણતરી “યુ-ટયૂબ” પર દેખાડાઈ છતાં “વોટ ચોરી” ના આક્ષેપ સાથે વકીલોએ આંદોલન શરૂ કર્યુ ?! બધે જ “વોટ ચોરી” દેશમાં શું થવા બેઠું છે ?!

ગુજરાત બાર કાઉન્સિલમાં હાલ કોઈ ચેરમેન નથી ! કોઈ વાઈસ ચેરમેન નથી ! કોઈ એકઝીકયુટિવ ચેરમેન નથી એટલે કે ફાઈનાન્સ કમિટીના ચેરમેન પણ નથી ! વકીલો સાવધ રહે ?! મહિલા કો-ઓપ્ટ સભ્યોના અભિપ્રાય પર હાઈપાવર કમિટીનો વિચાર વિમર્સ ચાલે છે ?!

ભારતમાં આજકાલ અનેક જગ્યાએ “કાયદાનુ શાસન વેન્ટીલેટર પર છે ?!” કયાંય નૈતિકતા, પ્રમાણિકતા જોવાતી નથી ! ભ્રષ્ટાચાર, ગેરરિતીઓ, દુરાચાર, પાંખડતા અને નૈતિક અદ્યઃપતનના કથિત બનાવો બની રહ્યા છે ?!  વકીલ મંડળોની ચૂંટણીમાં અનેક વકીલોની સ્ટેચ્યુટરી બોડી ગણાતી સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીમાં વોટ ચોરી ! ગેરરિતીઓ ના કથિત આક્ષેપો થાય છે”! શું સત્તા એટલી અગત્યની થઈ ગઈ છે ?!

કેટલીક જગ્યાએ તો વકીલોના મતે ૮૬ એકડા મળ્યાનો દાવો કરે છે ! મતદાન ગુપ્ત છે તો આ આંકડો આવ્યો કયાંથી ?! મતો રદ થયા કે કરાયા ?! ની પણ ચર્ચાઓ ચાલે છે ?! આ દેશમાં એક જમાનામાં ગાંધીની નૈતિકતા હતી, સરદાર પટેલની પ્રમાણિકતા હતી, પંડિત નહેરૂની ભાવુકતા હતી, ર્ડા. આંબેડકરની મૂલ્યનિષ્ઠા હતી ! અબુલકલામ આઝાદની સ્વાપર્ણ્યની ભાવના હતી આ કયાં ખોવાઈ ગયું છે ?! જે સંસ્થાઓમાં રાજકારણ પેસે છે ત્યાં સંસ્થાની પ્રતિભા ખરડાય છે એવું નથી લાગતું ?!

શું થશે આ વકીલાતનું ?! ભવિષ્યમાં દેશના ન્યાયતંત્રમાં કેવા માનવીઓ બેઠા હશે ?! દેશની આઝાદી, લોકશાહી અને નૈતિકતા, ન્યાયધર્મ સુરક્ષિત રહેશે ?! તસ્વીરમાં ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા સભ્યોની છે ! આ લોકો રાહ જોઈ રહ્યા છે કે, જયાં ચૂંટણી પતી ગઈ છે ત્યાં મહિલા કો-ઓપ્ટ સભ્યોની પ્રક્રીયા તો પૂર્ણ કરો ?! કેટલાક વકીલોની સેવા કરવાની રાહ જોતા હશે ?! કોના મનમાં શું ચાલેછે ?! એ તો પરમેશ્વર જાણે ?!

તસ્વીરમાં ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલની છે ! જેમાં ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલના પ્રથમ ક્રમાંકથી જીતેલા સમરસ જુથનું નેતૃત્વ કરતાં અને પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલની છે ! બીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલમાં કવોટા પાર કરી જીતેલા મહિલા ઉમેદવારો નિમિષાબેન ધોત્રે પટેલની છે ! ત્રીજી તસ્વીર કવોટા પાર કરી જીતેલા મહિલા ઉમેદવાર શ્રીમતી વંદનાબેન ભટ્ટની છે !

ચોથી તસ્વીર પ્રથમ ક્રમાંકે જીતેલા શ્રી એ. એ. અન્સારીની છે ! પાંચમી તસ્વીર અમૃતાબેન ભારદ્વાજની છે! છઠ્ઠી તસ્વીર પ્રિતિબેન જોષીની છે ! સાતમી તસ્વીર હિરલબેન પાનવાલાની છે ! ઉપરોકત તમામ જીતેલા મહિલા ઉમેદવારો મહિલા વકીલો માટે અવાજ ઉઠાવશે એવી મહિલા વકીલોને શ્રધ્ધા છે ! તેઓ શ્રી જે. જે. પટેલના નેતૃત્વમાં બાર કાઉન્સિલની આર્થિક સ્થિતિ મજબુત કરી વકીલોના પ્રશ્નો ઉકેલશે અને વિધેયાત્મક દ્રષ્ટિકોણ સાથે કર્મશીલ બનશે એવો વકીલ આલમને વિશ્વાસ છે !

ત્યારપછીની તસ્વીર શ્રી ભાવેશભાઈ રબારીની છે ! ત્યારપછીની તસ્વીર ઝાકીરભાઈ શેખની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી હરેશભાઈ નાકરાણીની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી દિલીપભાઈ પટેલની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી મનોજભાઈ અનડકટની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી કરણસિંહ વાઘેલાની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી પી.ડી. પટેલની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી દિપેનભાઈ દવેની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી અનિરૂધ્ધસિંહ ઝાલાની છે!

ત્યારપછીની તસ્વીર શ્રી કિશોરભાઈ ત્રિવેદીની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી શંકરસિંહ ગોહિલની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી અનિલભાઈ કેલ્લાની છે ! ત્યારપછીની તસ્વીર શ્રી જીગ્નેશભાઈ પટેલ છે અને છેલ્લી તસ્વીર શ્રી ભરતભાઈ ભગતની છે ! જો ગુજરાત હાઈકોર્ટ કે પછી સુપ્રિમ કોર્ટે જસ્ટીસ શ્રી સુધાંસુભાઈ ધુલીયાની અધ્યક્ષતામાં રચેલી સુપરવાઈઝર કમિટી બે મહિલા ઉમેદવારોનો કવોટા પુનઃ સમીક્ષા કરી નકકી કરશે ને હારેલા બે મહિલા પ્રતિનિધિઓની નિયુક્તિ કરશે તો ૧૮ માંથી બે પુરૂષ ઉમેદવારોનો કવોટા ઓછો થશે અને ઘેર આવશે ! જોઈએ

ગુજરાત બાર કાઉન્સિલનો કવોટા પાર કરનારા મહિલા ઉમેદવારોને કયા કવોટામાં ગણવામાં આવે છે ?! પરંતુ એક ગંભીર પરિસ્થિતિ એ છે કે ગુજરાત બાર કાઉન્સિલમાં ખ્યાતનામ ધારાશાસ્ત્રીઓની અને કર્મશીલ અને ફકત વકીલાતના વ્યવસાયિક મૂલ્યો, સિધ્ધાંતો માટે અવાજ ઉઠાવનારા તથા ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા માટે અવાજ ઉઠાવનારા વકીલોની સંખ્યા વકીલાતમાં તેમજ બાર કાઉન્સિલમાં ઘટતી જાય છે ! આ દેશના લોકોની આઝાદી, માનવ અધિકાર અને સ્વાતંત્ર્ય માટે ખતરો છે ?! આ મુદ્દે વકીલોમાં ભારે ચકચાર ચાલી રહી છે ! ત્યારે હવે વકીલ આલમ દેશ માટે જાગૃત થશે કે આમને આમ ચાલશે ??!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા  માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

અમેરિકન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન કહે છે કે, “જગતમાં જેટલા પ્રકારના ‘ડર’ છે એમાં ‘મૃત્યુ’ના ડરને સૌથી વધુ અન્યાય થયો છે ! જે માણસ મરી ગયો હોય એને અકસ્માત નડે ખરો ?!” જયારે ગ્રીક વૈજ્ઞાનિક હિપોક્રેટસ કહે છે કે, “માણસને કયો રોગ થયો છે એ જાણવા કરતા કેવા માણસને રોગ થયો છે એ જાણવું વધારે મહત્વનું છે”! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પતે સમય વિતી ગયો છે !

અને ચૂંટાયેલા સત્તાવાંચ્છુક હોદ્દાની રાહ જોઈ બેઠા છે ! કારણ કે કેટલાકના ભાડા-ભથ્થા બંધ થઈ ગયા છે ?! કથિત ઉપરની આવક બંધ થઈ ગઈ છે ?! અત્યારે ગુજરાત બાર કાઉન્સિલમાં કોઈ ચેરમેન, વાઈસ ચેરમેન, એÂક્ઝકયુટિવ ચેરમેન નથી ! ચૂંટણીનું પરિણામ આવતાની સાથે પોતાના જુના હોદ્દાઓ કાયદેસર રીતે સમાપ્ત થઈ ગયા છે ?!

ત્યારે શ્રી અનિલભાઈ કેલ્લા જેવા અનુભવી, જાણકાર અને કાબેલ વ્યક્તિ પબ્લિસીટી સ્ટંટ માટે નિવેદનીયા નેતા તરીકે કથિત ફાઈનાન્સ કમિટીના ચેરમેનને નામે વારંવાર નિવેદન કરતા  તેમના વિરૂધ્ધ વકીલો ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે ! અનઅધિકૃત રીતે હોદ્દાનો ઉપયોગ કરતા તે અંગેની રજૂઆતો ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલ સુધી પહોંચી હોવાનું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યુ છું.

જયાં સુધી ગુજરાત હાઈપાવર કમિટી અને સુપરવાઈઝર કમિટી મહિલા કો-ઓપ્ટ સભ્ય તરીકે બે મહિલા સભ્યોની નિયુક્તિ નકરે ત્યાં સુધી ગુજરાતના ગેઝેટમાં નામ પ્રસિધ્ધ ન થાય અને બાર કાઉન્સિલની જનરલ બેઠકમાં હોદ્દેદારોની ચૂંટણી ન થાય ત્યાં સુધી ગુજરાત બાર કાઉન્સિલમાં હાલ કોઈ ચેરમેન, વાઈસ ચેરમેન, એÂક્ઝકયુટિવ ચેરમેન કે પછી કોઈ ફાઈનાન્સ કમિટીના ચેરમેનનો હોદ્દો “જીવંત” નથી માટે વકીલો તેની ગંભીર નોંધ લે !

અને શ્રી અનિલભાઈ કેલ્લા વગર હોદ્દે નિવેદનો કરતા ફરે છે તે જોઈને ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલ સમક્ષ રજૂઆત ના કરે ! કારણ કે, પોતે હાલ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન નથી એવું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યુ છે !

ગુજરાતમાં હાઈપાવર કમિટીના અધ્યક્ષ જસ્ટીસ શ્રી સિધ્ધાર્થ મૃદુલના નિરીક્ષણ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ ગઈ છે ! તેથી કોઈપણ વકીલને કોઈ ફરિયાદ હોય તો હાઈપાવર કમિટી સમક્ષ પ્રથમ રજૂઆત કરવી જોઈએ ?!

આધારભૂત વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સુપ્રિમ કોર્ટે રચેલી હાઈપાવર કમિટીના ગુજરાત ખાતે અધ્યક્ષ શ્રી સિધ્ધાર્થભાઈ મૃદુલ છે ! તેઓ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે ! તેમના નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ ગઈ ! દેશ ભરની બાર કાઉન્સિલની ચૂંટણી યોજવા માટે સુપ્રિમ કોર્ટે ૧૧ હાઈપાવર કમિટીની રચના કરી હતી !

ગુજરાતની વાત કરીએ તો ચૂંટણી થી મત ગણતરી સુધીનું અવલોકન હાઈપાવર કમિટીના નિરીક્ષણ હેઠળ થયું હતું ! અને ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીની મત ગણતરી ભવન્સ કોલેજના પ્રિન્સીપાલ ટેટેસ્ટીક ડીપાર્ટમેન્ટના જાણકાર ર્ડા. શ્રી એચ. એમ. પટેલની અધ્યક્ષતામાં પ્રોફેસરોએ કર્યુ હતું અને એક એક સ્ટેપ આગળ વધતા પૂર્વ પુનઃઅવલોકન કરાતુ હતું અને માઈક્રો મીની કેલકયુલેશનથી મત ગણતરી કરાઈ હતી

કારણ કે તેની વિગત રોજ-બરોજ હાઈપાવર કમિટીને પહોંચાડવાની હતી ! તેઓએ પણ વિડીયોગ્રાફીક અવલોકન કરી મંજુરી આપ્યા બાદ ચૂંટણી પરિણામો જાહેર કર્યા હતાં ! જેમાં જાણકારોની વાત માનીએ તો ૨૭૦૦ મત રદ કરાયા હતાં ! જાણકારોનું કહવું છે કે, જો મત ગણતરીમાં કોઈ કથિત ગેરરિતી થાય અને તે સાબિત થાય તો કાયદા અનુસાર ૭ વર્ષની જેલની સજાની જોગવાઈ છે ! માટે સ્ટેટેસ્ટીકના પ્રોફેસરોએ ઝીણવટપૂર્વક મત ગણતરી કરીને પરિણામ મુકયું છે ! રહી વાત ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારોની પુનઃ

રચનાની તો આ અંગે કો-ઓપ્ટ સભ્યની નિયુક્તિ થયા પછી જ નિયમ મુજબ રપ સભ્યોની મિટીંગ ૧૫ દિવસમાં બોલાવશે અને તેમાં નકકી થશે કોણ કયા હોદ્દા પર નિયુક્ત થયું છે ? ચૂંટાયું છે ?! ત્યાં સુધીહાલ ગુજરાત બાર કાઉન્સિલમાં કોઈ હોદ્દા પર નથી અને જાણકારો તો ત્યાં સુધી કહે છે કે, ગેઝેટમાં નામ પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી તેઓ ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય તરીકે પણ કોઈ કાર્યવાહી ન કરી શકે કે નિવેદનીયા નેતા તરીકે સાચી, ખોટી માહિતી પણ ગુજરાત બાર કાઉન્સિલના નામે ન આપી શકે ?! વકીલોએ આ કથિત જાણકારીની ગંભીર નોંધ લેવાનીજરૂર છે !

સુપ્રિમ કોર્ટના નિરીક્ષણ હેઠળ ૧૧ જેટલી હાઈપાવર કમિટી રચાઈ તેના ઉપર સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સુધાંસુ ધુલીયાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સુપરવાઈઝર કમિટી કાર્યરત છે. તેમણે મહિલા કો-ઓપ્ટ સભ્યોની કઈ રીતે નિયુક્તિ કરવી ?! તે અંગે બાર કાઉન્સિલના પરાજીત મહિલા ઉમેદવારો જુદા જુદા બારના હોદ્દેદારોના અભિપ્રાયો તથા મહિલા ધારાશાસ્ત્રીઓના અભિપ્રાયો તા. ૨૬-૨૭ એપ્રિલે મંગાવ્યા હતાં ! નહીં કે કો-ઓપ્ટ થવા માટેની અરજીઓ મંગાવાઈ હતી ?!

આધારભૂત વર્તુળો એવું કહેતા સંભળાયા હતાં ! આ જોતાં આવું કથિત રીતે સ્પષ્ટ થાય છે કે, હાઈપાવર કમિટીના નેતૃત્વ હેઠળ ફકત સુપરવાઈઝર કમિટીએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા મારફતે ફકત મહિલા સભ્યોની કો-ઓપ્ટ સભ્ય કઈ રીતે નિયુક્ત કરવા જોઈએ ?!તે અંગે અભિપ્રાયો ફકત મંગાયા હતાં જેમાં કેટલાકે એવું જણાવ્યું હતું કે, હારતા મહિલા ઉમેદવારોમાંથી નિયુક્ત કરો ?!

કોઈ કહે છે કે, બાર એસોસીએશનોમાં ચૂંટાયેલા મહિલા હોદ્દેદારોમાંથી પસંદ કરો કોઈ કહે છે કે, જે મહિલા વકીલોની વકીલાત સારી ચાલતી હોય તેવા વિખ્યાત મહિલા ધારાશાસ્ત્રીઓની નિયુક્તિ કરો ! આમ આવા અનેક અભિપ્રાયો સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સુધાંસુભાઈ ધુલીયાની સુપરવાઈઝર કમિટી સમક્ષ મોકલી આપ્યા હોવાનું પણ જાણવા મળેલ છે !

અત્રે એ નોંધનીય છે કે, હાલ હજુ અનેક સ્ટેટ બાર કાઉÂન્સલોમાં ચૂંટણી પ્રક્રીયા ચાલે છે એ પતે પછી સુપ્રિમ કોર્ટે રચેલી હાઈપાવર સુપરવાઈઝર કમિટી અને હાઈપાવર ઈલેકશન કમિટી નકકી કરશે કે મહિલા કો-ઓપ્ટ સભ્ય તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે ?!

ત્યાર પછી રાજય સરકારના ગેઝેટમાં નામો પ્રસિધ્ધ થશે ત્યાર પછીના ૧૫ દિવસમાં ચૂંટાયેલા બાર કાઉન્સિલના સભ્યોની બેઠક મળશે અને વિવિધ હોદ્દાઓ નકકી થશે ત્યારથી પાંચ વર્ષ માટે તેઓ ચૂંટાયેલા જાહેર થશે અને પછી ભાડા-ભથ્થાની કથિત લાલચે ચૂંટણી લડેલા અને જીતેલાઓને ભાડા-ભથ્થા મળશે એવું મનાય છે ?! હાલ ગુજરાત બાર કાઉન્સિલમાં કોઈ હોદ્દેદાર નથી ?!ં

બાર કાઉન્સિલ ઓફ દિલ્હીની ચૂંટણીમાં પ્રત્યેક મત ગણતરીની કથિત વિડીયોગ્રાફી થઈ વકીલ મતદારોએ ઉમેદવારોએ પ્રત્યક્ષ મત ગણતરી નિહાળ્યા પછી પણ બાર કાઉન્સિલ ઓફ દિલ્હીના વકીલ મતદારોને “વોટ ચોરી” ના ગંભીર આક્ષેપ ? શું વોટ ચોરી રાજકારણથી વકીલોની ચૂંટણી સુધી પહોંચી છે ?!

અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ દાનવીર અને લેખક જયોર્જ સોરોસ કહે છે કે, “જગતમાં ગરીબાઈ અને દુઃખનું મૂળ કારણ શું ?! ખરાબ સરકાર લોકતંત્રનો અભાવ, નબળા રાજયો અને આંતરિક સંઘર્ષ”! દેશના રાજકારણમાં વોટચોરીનો આક્ષેપ આજકાલ બધે જ સાંભળવા મળે છે ! પરંતુ હવે તો વકીલાતની વ્યવસાયિક ચૂંટણીમાં વકીલ મંડળોની ચૂંટણીમાં સ્ટેચ્યુટરી બોડીની ચૂંટણીમાં વોટ ચોરીના આક્ષેપો સાંભળવા મળે છે !

કહેવાય છે કે, બાર કાઉન્સિલ ઓફ દિલ્હીની ચૂંટણીમાં વોટ ચોરીના કથિત આક્ષેપોએ સમગ્ર વકીલ આલમમાં ખળભળાટ મચાવી દીધો છે ?! કહેવાય છે કે, બાર કાઉન્સિલ ઓફ દિલ્હીની ચૂંટણીમાં યુ-ટયૂબ ઉપર મત ગણતરી લાઈવ બતાવાઈ ?! એકડા ! બગડા સહિતનું પ્રત્યક્ષ બતાવાયું છતાં ચૂંટણી અધિકારીઓ ઉપર કથિત હુમલો થયો?! અને વોટ ચોરીના આક્ષેપ સાથે વકીલો આંદોલન કરી રહ્યા છે ?!

જુદા જુદા સ્ટેટ બાર કાઉÂન્સલોની ચૂંટણીમાં વોટ ચોરી  અને કથિત ગેરરિતીના આક્ષેપો થાય છે ! દેશના રાજકારણમાં કથિત વોટ ચોરી પેઠા પછી હવે વકીલોની સ્ટેચ્યુટરી બોડીમાં પણ મહિલા વકીલોએ આંદોલનની વાટ પકડી છે ! આ દેશને રાજકીય નેતાઓ હોય કે વકીલ નેતાઓ હોય દેશને કયાં લઈ જઈ રહ્યાં છે ?! આમાં સત્ય શું ?!

ગુજરાત બાર કાઉન્સિલના પરાજીત ઉમેદવાર મનીષાબેન પરીખ બાર કાઉન્સિલમાં પાંચ સભ્યોની નિયુક્તિનો મુદ્દો હાઈકોર્ટમાં ઉઠાવતા તેનું નિરાકરણ શું આવશે ?!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમં બે મહિલા ઉમેદવારો નકકી  થયેલ કવોટા પાર કરીને ચૂંટાયા પછી તેમને જનરલ કેટેગરીમાં ગણવા જોઈએ ! અને તેથી બાકીની બે સીટો પર હારેલા બે મહિલાઓને જીતેલા જાહેર કરીને બાર કાઉન્સિલમાં તેમની નિયુક્તિ કરવીજોઈએ ! આ માંગણી સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરતા જસ્ટીસશ્રીએ નોટિસ કાઢીને જવાબ માંગતા આ મુદ્દો ટોક ઓફ ધી બાર બન્યો છે ! હવે જોવાનું એ રહે છે કે, મૂળભૂત રીતે આ બાબત હાઈપાવર કમિટીના નિર્ણયને આધિન છે ત્યારે કાનૂની નિકાલ શું આવે છે ?! એ જોવાનું રહે છે !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે  જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.