Western Times News

Gujarati News

દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજના રરમાં સમૂહલગ્નમાં ધામધૂમ સાથે 17 યુગલોએ સપ્તપદીના ફેરા ફર્યા

ગાંધીનગર, દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત રરમો સમૂહ લગ્ન દહેગામ ખાતે ધામધૂમ સાથે હજારો ક્ષત્રિય સમાજના પરિવારોની વચ્ચે ૯ યુગલોએ મંગળફેરા ફરી આશીર્વાદ લીધા હતા.

દહેગામ આઈટીઆઈ કોલેજની પાછળ સાંદિપની ગુરુકુળ જવાના રસ્તે હજારો ક્ષત્રિય પરિવારો ઉમટ્યા હતા. તા.૧૦.પ.ર૦ર૬ના રોજ સવારે ધામધૂમ સાથે સૌને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ પીટી ઠાકોર, ભરતસિંહ એમ. પરમાર, મહામંત્રી શિયાવાડા અમરસિંહ ડી. ઠાકોર, ખજાનચી દહેગામ તથા કારોબારી સભ્યોએ અને આગેવાનોએ સૌને ભાવભર્યા આવકાર્યા હતા

અને વાજતે ગાજતે આમંત્રણને માન આપી પધારેલા મહાનુભાવોએ મંડપમાં સ્ટેજ ઉપર બિરાજમાન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ ક્ષત્રિય સમાજના દાતાઓ તેમજ અન્ય આગેવાનો તેમજ સમાજના મુરબ્બીઓએ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો.

ભવ્ય શણગારેલા સમીયાણામાં સમાજના ૧૭ યુગલોએ સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નજીવનની કેડી ઉપર પ્રભુતાના પગલા માંડ્યા હતા ત્યારે સમાજના સૌએ હેતભર્યા તેમને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર આયોજન ક્ષત્રિય સમાજના યુવાનો તથા કારોબારી સભ્યોએ તનતોડ મહેનત કરી સમગ્ર સમૂહલગ્નને સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.