Western Times News

Gujarati News

‘વીવાન’ની ટીમે લોન્ચ કરી કોમિક બૂક ‘ધ લેજન્ડ આૅફ વીવાન’

ફિલ્મ રિલીઝ પહેલાં પોપ-કલ્ચર ફેન કન્વેન્શનમાં ‘વીવાન’ના સેશન માટે હજારો લોકો હાજર રહ્યાં હતાં અને સેશનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો

મુંબઈ, સિદ્ધાર્થ મલ્હાત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ વિવાનના પ્રમોશન માટે મેકર્સે એક નવી સ્ટ્રેટેજી અપનાવી છે, તહેવારોની રિલીઝને બાળકોમાં લોકપ્રિય બનાવવા માટે એક કોમિક લોંચ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હાત્રા, તમન્ના ભાટીયા, એકતા કપૂર, અરુણાભ કુમાર, દીપક મિશ્રા સહિત અનેક કલાકારો અને ક્રિએટર્સે શનિવારે મુંબઈ ખાતે યોજાયેલ કોમિક કોન ૨૦૨૬માં હાજરી આપી હતી, જ્યાં તેમની ફિલ્મ ‘વીવાનઃ ફોર્સ આૅફ ધ ફોરેસ્ટ’ના પ્રમોશનનું ખાસ સેશન યોજાયું હતું.સામાન્ય રીતે ફિલ્મો પરથી કોમિક બૂક બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે ટીમ ‘વીવાન’એ એક અનોખો રસ્તો અપનાવ્યો.

ફિલ્મની દુનિયા અને તેના પાત્રોને વિકસાવ્યા બાદ ફિલ્મ રિલીઝ પહેલાં જ ‘ધ લેજન્ડ આૅફ વ્વાન’ નામની કોમિક બૂક લોન્ચ કરવામાં આવી છે. આ કોમિકનું વિમોચન આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.પોપ-કલ્ચર ફેન કન્વેન્શનમાં ‘વીવાન’ના સેશન માટે હજારો લોકો હાજર રહ્યાં હતાં અને સેશનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમ લગભગ એક કલાક મોડો શરૂ થયો હોવા છતાં, ચાહકો સિદ્ધાર્થ મલ્હાત્રા અને તમન્ના ભાટિયાની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોતાં રહ્યાં હતાં. સ્ટેજ પર બંને કલાકારો આવ્યા ત્યારે જોરદાર ચીયર્સ અને તાળીઓથી તેમનું સ્વાગત થયું હતું, જેમાં ખાસ કરીને તમન્ના માટે સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો.

એકતા આર કપૂરે ફિલ્મ વિશે વધુ રસ જગાવતા કહ્યું, “ફિલ્મમાં ઘણા ઈસ્ટર એગ્સ છે. આ કોઈ લોકકથા નથી. આ ઘણી નવી કન્સ્પિરસી થિયરીઝને જન્મ આપશે. આ એક સંપૂર્ણ નવી દુનિયાની શરૂઆત છે. મને ખાતરી છે કે ફિલ્મ પછી ફેન ફિક્શનનું પૂર આવશે.”કાર્યક્રમમાં કોમિક બુકના ક્રિએટર્સ આલોક શર્મા અને સૌમિન પટેલ પણ હાજર રહ્યા હતા. ‘વીવાનઃ ફોર્સ આૅફ ધ ફોરેસ્ટ’ ૨૮ આૅગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.