Western Times News

Gujarati News

‘દૃશ્યમ ૩’માં જોવા મળશે જ્યોર્જ કુટ્ટીનો અંધકારમય અધ્યાય

ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરાયું

ફિલ્મમાં અંસિબા હસન, એસ્થર અનિલ, આશા શરથ, સિદ્દીક અને મુરલી ગોપી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે

મુંબઈ, મોહનલાલની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘દૃશ્યમ ૩’નું રોમાંચક ટ્રેલર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું, જેણે ફિલ્મ માટેના ઉત્સાહમાં વધારો કરી દીધો છે. જીતુ જોસેફે ડિરેક્ટ કરેલી આ આઇકોનિક ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મમાં ફરી એકવાર જ્યોર્જ કુટ્ટીના જીવનમાં ઊંડે દબાયેલા રહસ્યો અને તેના પરિવારને બચાવવા માટેની લડતને કેન્દ્રમાં આવે છે. ફિલ્મ મોહનલાલના જન્મદિવસ નિમિત્તે રિલીઝ થવાની છે.ટ્રેલરની શરૂઆતથી જ એક અશાંતિભર્યાે માહોલ ઉભો થાય છે, જે સ્પષ્ટ કરે છે કે ભુતકાળ હજુ પણ જ્યોર્જ કુટ્ટી અને તેના પરિવારનો પીછો છોડવા તૈયાર નથી.

ટ્રેલરના એક મહત્વના સીનમાં મીના દ્વારા ભજવાયેલ રાણી જ્યોર્જ પૂછે છે કે, જેણે તેના જીવનને હંમેશા માટે બદલી નાંખ્યું હતું એ કેસની છાયામાંથી તે ખરેખર બહાર આવી શક્યા છે કે નહીં.જ્યોર્જકુટ્ટીના આસપાસના લોકો, ખાસ કરીને પોલીસ અધિકારીઓ આજે પણ તેની બુદ્ધિ અને સ્ટ્રેટેજિક વિચારસરણી માટે વખાણ કરે છે, પરંતુ ટ્રેલર ધીમે ધીમે બતાવે છે કે કેસની હકીકતો હજુ પણ દટાઈ નથી. સમય પસાર થયો હોવા છતાં, આ ઘટનાને લઈને લોકોમાં રહેલી ઉત્સુકતા હજુ જીવંત છે અને હવે વધુ ખતરનાક બની રહી છે.ટ્રેલરમાં કેટલાક રહસ્યમય નવા પાત્રો પણ જોવા મળે છે, જે જૂના ઘા ફરી ખોલવા અને કેસ સાથે જોડાયેલી છૂપી માહિતી બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગે છે.

તેમની તપાસ જ્યોર્જકુટ્ટી અને તેનો પરિવારની આસપાસ કોઈ મોટું ષડયંત્ર ધીમે ધીમે ઘેરાઈ રહ્યું હોવાનો સંકેત આપે છે.ટ્રેલરમાં એક “એસિડ” સંબંધિત રહસ્યમય ઘટનાનો પણ ઉલ્લેખ થાય છે, જે કહાનીમાં નવી ગૂંચવણ ઉમેરે છે. જોકે નિર્માતાઓએ આ વિશે વધુ વિગતો બહાર આવવા દીધી નથી, પરંતુ આ સંકેતો જ ચાહકોમાં અનેક અટકળોને જન્મ આપવા પૂરતાં છે.ટ્રેલરની સૌથી ભાવુક પળોમાંથી એકમાં મોહનલાલ જ્યોર્જ કુટ્ટી તરીકે સ્વીકાર કરે છે કે તેણે પોતાના પરિવારને બચાવવા માટે જે કંઈ કર્યું, તેના કારણે હવે તેને ડર લાગે છે કે એક દિવસ તેની દીકરીઓ જ તેને ગુનેગાર તરીકે જોવાનું શરૂ કરશે.

જ્યોર્જકુટ્ટી પોતે પણ ક્યારેક વિચારતો થઈ જાય છે કે શું તે ખરેખર ગુનેગાર બની ગયો છે. સસ્પેન્સ વધુ ઘેરું બને છે જ્યારે જ્યોર્જકુટ્ટી પોતાના ફોનમાં કંઈક ચોંકાવનારી માહિતી જોઈને બિલકુલ હચમચી જાય છે. જોકે ટ્રેલર સમજદારીપૂર્વક આ રહસ્ય ખુલ્લું પાડતું નથી, જેથી દર્શકો માટે સસ્પેન્સ જળવાઈ રહે. આ ફિલ્મમાં અંસિબા હસન, એસ્થર અનિલ, આશા શરથ, સિદ્દીક અને મુરલી ગોપી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ‘દૃશ્યમ ૩’ ૨૧ મે, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.