Western Times News

Gujarati News

સમીરા રેડ્ડી સંજય દત્ત સાથે આખરી સવાલમા દેખાશે

પંકજ ઉધાસનાં આલ્બમ ‘ઔર આહિસ્તા’થી લોકપ્રિય બનેલી સમીરા રેડ્ડીએ એક સમયે બોલિવુડના અનેક ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું

સમીરા રેડ્ડી ૧૪ વર્ષ પછી ફરી બોલિવુડ ફિલ્મમાં

મુંબઈ, સમીરા રેડ્ડી ૧૪ વરસ પછી સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’થી ફરી રૂપેરી પડદે જોવા મળશે. આ ફિલ્મ સંજય દત્તે પોતે બનાવી છે અને તેમાં અમિત સાધ તથા નીતુ ચન્દ્રા સહિતના કલાકારો છે. પંકજ ઉધાસનાં આલ્બમ ‘ઔર આહિસ્તા’થી લોકપ્રિય બનેલી સમીરા રેડ્ડીએ એક સમયે બોલિવુડના અનેક ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું પરંતુ તેને બોલિવુડમાં ધારી સફળતા મળી ન હતી. તેણે તેલુગુ તથા તમિલમાં પણ કેટલીક ફિલ્મો કરી હતી. ૨૦૧૪માં બિઝનેસ મેન અક્ષય વર્દે સાથે લગ્ન બાદ તે ગોવા સ્થાયી થઈ હતી.

જોકે, નવી પેઢીના દર્શકો સમીરાને તેના રમૂજી વ્લોગ્સથી ઓળખે છે. સમીરાની સાસુ મંજરી વર્દે પણ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે અને સમીરા તથા મંજરી વર્દે સાથે મળીને વાનગીની રીતથી માંડીને બીજા અનેક વિષયો પર રમૂજી વિડીયોઝ બનાવે છે. મંજરી વર્દે મૂળ ગુજરાતી હોવાથી તેઓ સમીરાને ગુજરાતી વાનગી શીખવાડતાં હોય તેવા વિડીયોઝ પણ બહુ પોપ્યુલર છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.