Western Times News

Gujarati News

સમગ્ર ઘટનાની તપાસ CBIને સોંપાઈઃ ૧પથી વધુ આરોપીઓની ધરપકડ

FILE

દેશભરમાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો: પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરાશે ઃ નવું રજિસ્ટ્રેશન કે ફી વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે નહીં ઃ રૂ.પ લાખમાં પેપર વેચાયું:  પેપર ફૂટવાની ઘટનામાં નાસિક મુખ્ય કેન્દ્ર

નીટ પરીક્ષા રદ્દ-પેપર લીક થતાં લેવાયેલો નિર્ણય ઃ રર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

નવી દિલ્હી, દેશભરમાં મેડીકલમાં પ્રવેશ માટે એનટીએ દ્વારા તા.૩ મે ના રોજ લેવાયેલી નીટ-યુજીની પરીક્ષાનું પેપર ફુટી ગયું હોવાનું જણાતા જ આજે એનટીએ સતાવાળાઓ દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા દેશભરમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. બીજી બાજુ આ સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આ દરમિયાનમાં પેપર ફોડનાર મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૧પથી વધુ શખ્સોની જુદા-જુદા રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે.

દેશભરમાં નીટ-યુજીની પરીક્ષા રર લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. તા.૩ મે ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં પેપરની પીડીએફ ફાઈલ સાથે એનટીએ સમક્ષ પેપર ફુટ્યાની રજુઆત કરવામાં આવી હતી જેના આધારે તપાસ કરતા તેમાં તથ્ય જણાયું હતું જેના પગલે આજે પરીક્ષા રદ કરવાની જાહેરાત સાથે જ આરોપીઓને ઝડપી લેવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં નાસિક પેપર લીકનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે અને અહીંયા પેપર માફિયાઓની મીટીંગ મળી હોવાનું પણ ચર્ચાય રહયું છે. રાજસ્થાન, બિહાર, હરિયાણા સહિતના રાજયોની એસઓજી દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પરીક્ષાના આગલા ૧૦ દિવસ પહેલા જ આ પેપર લીક થઈ ગયું હતું અને નાસિકથી આ પેપર ગુરુગ્રામ એક ડોકટરને મોકલવામાં આવ્યું હતું અને અહીંયા પેપરોના સેટ તૈયાર કરી વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતાં. પકડાયેલા પેપરમાં બાયોલોજીના ૯૦ અને કેમેસ્ટીના ૪પ જેટલા પ્રશ્નો સરખા જોવા મળ્યા હતાં. પરીક્ષા રદ થવાની જાહેરાતથી દેશભરમાં ઠેરઠેર ઉગ્ર દેખાવો કરવામાં આવી રહયા છે.

બીજીબાજુ પીએમઓમાં પણ સંબંધિત વિભાગોના અધિકારીઓની ખાસ બેઠક યોજાઈ હતી. એસઓજીએ આ સમગ્ર કાંડમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને તમામ રાજ્યોની એસઓજી એકબીજાના સંપર્કમાં છે. એકપછી એક કડીઓ મળતા ૧પથી વધુ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જયપુરથી અવિનાશ લાંબાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાસિકમાંથી પણ કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ પેપરની નકલ વિદ્યાર્થીઓને રૂ.પ લાખમાં આપવામાં આવતી હતી તેવું પણ જાણવા મળી રહયું છે. હવે પોલીસે પેપર ખરીદનાર વિદ્યાર્થી અને તેના વાલીઓને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આંધ્રપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, બિહાર, રાજસ્થાન સહિતના રાજયોમાં આ પેપર પહોંચાડવામાં આવ્યું હતું. પ્રિન્ટીંગ પ્રેસના એક કર્મચારીની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું ચર્ચાય રહયું છે. એનટીએના ડીજી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ટુંક સમયમાં જ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે અને આ માટે હવે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી કે પરીક્ષા ફી ભરવાની જરૂર નથી. જુની વ્યવસ્થા યથાવત રહેશે.

રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) આ મામલે તપાસ કરી રહી હતી. શરૂઆતમાં એસઓજીએ પેપર લીકની વાત નકારી હતી, પરંતુ ઊંડી તપાસમાં જાણવા મળ્યું કે પરીક્ષા પહેલા જે ‘ગેસ પેપર’ વાયરલ થયું હતું, તેમાંથી મોટાભાગના પ્રશ્નો મુખ્ય પરીક્ષામાં પૂછાયા હતા. દ્ગ્‌છના મહાનિર્દેશક અભિષેક સિંહે જણાવ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખુદ એજન્સી માટે ખૂબ જ મુશ્કેલ અને અપ્રિય છે, પરંતુ પરીક્ષાની પારદર્શિતા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન શક્્ય નથી.

અભિષેક સિંહે જણાવ્યું કે ૭ મેની રાત્રે કેટલાક વોટ્‌સએપ મેસેજ મળ્યા હતા, જેમાં દ્ગઈઈ્‌ના પ્રશ્નપત્ર જેવા પ્રશ્નો શેર કરવામાં આવ્યા હતા. આ મેસેજ તાત્કાલિક કાયદા અમલ એજન્સીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

પરીક્ષા દિવસે કોઈ ગેરરીતિની ફરિયાદ મળી નહોતી અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી. ૮ અને ૯ મેના રોજ તપાસ એજન્સીઓએ આ મેસેજની તપાસ કરી અને ૧૦ તથા ૧૧ મે સુધીમાં કેટલાક આરોપ સાચા હોવાનું જણાયું. ત્યારબાદ દ્ગ્‌છએ નિર્ણય લીધો કે જો પરીક્ષાની નિષ્પક્ષતા પર થોડો પણ શંકા ઉભો થાય તો પરીક્ષા રદ્દ કરવી યોગ્ય છે. સમગ્ર મામલો હવે ઝ્રમ્ૈંને સોંપવામાં આવ્યો છે, જે તપાસ કરશે કે ગેરરીતિ એક રાજ્ય સુધી મર્યાિદત હતી કે અનેક રાજ્યોમાં ફેલાઈ હતી.

નાસિકની એક પ્રિન્ટિંગ પ્રેસના નામ અંગે પૂછાયેલા સવાલ પર દ્ગ્‌છ ડ્ઢય્એ કહ્યું કે તપાસ પૂર્ણ થયા વગર કોઈ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે એજન્સીએ અગાઉ પણ ૧૨૦ ટેલિગ્રામ ચેનલો બ્લોક કરી હતી અને પરીક્ષા દરમિયાન સતત નજર રાખવામાં આવી હતી. દ્ગ્‌છએ સ્પષ્ટ કર્યું છે કે ફરી યોજાનારી દ્ગઈઈ્‌-ેંય્ ૨૦૨૬ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે.

અગાઉ ભરેલા ફોર્મ અને પસંદ કરેલા પરીક્ષા કેન્દ્ર જ માન્ય રહેશે. સાથે જ અગાઉ લેવામાં આવેલી ફી પણ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે. એજન્સીએ કહ્યું કે આ નિર્ણયથી આર્થિક ભાર પડશે, પરંતુ હેતુ પારદર્શક અને ન્યાયસંગત પરીક્ષા પ્રક્રિયા જાળવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.