Western Times News

Gujarati News

હંસલ મહેતા સ્કેમ થ્રી બનાવી રહ્યા છે

અગાઉ હંસલ મહેતાએ હર્ષદ મહેતાનાં શેરબજાર કૌભાંડ પર આધારિત ‘સ્કેમ વન’ સીરિઝ બનાવી હતી

સહારા ગ્રુપના સુબ્રતો રોય પરની સ્કેમ-થ્રીનું શૂટિંગ આજકાલમાં શરૂ

મુંબઈ, દિગ્દર્શક હંસલ મહેતા ‘સ્કેમ થ્રી’ સીરિઝનું શૂટિંગ આજકાલમાં શરુ કરવાના છે. આ વખતે ‘સ્કેમ થ્રી’માં સહારા જૂથના સુબ્રતો રોયની વાર્તા દર્શાવાશે. મરાઠી અભિનેતા સિદ્ધાર્થ બોડકે સુબ્રતો રોયની મુખ્ય ભૂમિકા ભજવશે.હંસલ મહેતા લાંબા સમયથી આ સીરિઝની તૈયારી કરી રહ્યા હતા. સીરિઝ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોવાથી તેને લગતું રિસર્ચ કરવામાં ઘણો સમય લાગ્યો હતો.

આ સીરિઝ માટે તમલ બંદોપાધ્યાયનાં પુસ્તક ‘સહારાઃ ધી અનટોલ્ડ સ્ટોરી’નો મુખ્ય આધાર લેવાયો હોવાનું જાણવા મળે છે. અગાઉ હંસલ મહેતાએ હર્ષદ મહેતાનાં શેરબજાર કૌભાંડ પર આધારિત ‘સ્કેમ વન’ સીરિઝ બનાવી હતી. જ્યારે આ સીરિઝના બીજા ભાગમાં અબ્દુલ કરીમ તેલગીનું નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ દર્શાવાયું હતું. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.