Western Times News

Gujarati News

રણવીર ધુરંધર ફિલ્મ બાદ બોલીવુડનો નવો કિંગ બની ગયો

રણવીરે ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ના એડેપ્ટેશન માટે બિરલા સ્ટુડિયોઝ સાથે કોલબરેટ કરશે

રણવીર સિંહ બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

મુંબઈ, અમીશ ત્રિપાઠીની બેસ્ટસેલર નવલકથા ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ વર્ષાેથી સૌથી વધુ માંગ ધરાવતી ભારતીય પૌરાણિક કથા આધારિત એડેપ્ટેશન્સમાંની એક રહી છે. અનેક ફિલ્મમેકર્સ આ મહાકાવ્ય ગાથાને મોટા પડદા પર લાવવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. હવે એવું લાગી રહ્યું છે કે આ પ્રોજેક્ટને આખરે તેનો મુખ્ય અભિનેતા અને મજબૂત પ્રોડક્શન સપોર્ટ મળી ગયો છે.તાજેતરના અહેવાલો અનુસાર, રણવીર સિંહે પોતાના પ્રોડક્શન બેનર ‘મા કસમ ફિલ્મ્સ’ હેઠળ આ ફૅન્ટસી નવલકથાને એડેપ્ટ કરવા ઊંડો રસ દાખવ્યો છે.

રણવીરે આ મહત્ત્વાકાંક્ષી ટ્રિલોજી વિકસાવવા માટે અનન્યા બિરલાના ‘બિરલા સ્ટુડિયોઝ’ સાથે હાથ મિલાવ્યો છે. આ ટ્રિલોજીમાં ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’, ‘ધ સિક્રેટ ઓફ ધ નાગાઝ’ અને ‘ધ ઓથ ઓફ ધ વાયુપુત્રઝ’નો સમાવેશ થશે.પ્રોજેક્ટ સાથે જોડાયેલા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હાલ આ એડેપ્ટેશન શરૂઆતના તબક્કામાં છે અને ટીમ ખાસ કરીને લેખન અને મેલુહાનાં વિશ્વ-નિર્માણ પર વધુ ધ્યાન આપી રહી છે. સૂત્રએ જણાવ્યું, “રણવીર લાંબા સમયથી ‘મેલુહા’ને મોટા પડદા પર લાવવાનો જુસ્સો ધરાવે છે.

રણવીરે તાજેતરમાં જ આ ટ્રીલોજીના અધિકારો મેળવ્યા છે. નિર્માતાઓ આ ફ્રેન્ચાઇઝીને લાંબા ગાળાના સિનેમેટિક યુનિવર્સ તરીકે જોઈ રહ્યા છે અને યોજના છે કે આ વાર્તા ૩ ફિલ્મોમાં રજૂ કરવામાં આવે. લેખન કાર્ય પહેલેથી જ શરૂ થઈ ગયું છે અને ટીમ સ્ક્રીનપ્લે તથા વર્લ્ડ-બિલ્ડિંગને મજબુત બનાવવા પુરતો સમય લઈ રહી છે. પ્રથમ ભાગનું શૂટિંગ ૨૦૨૮માં શરૂ થવાની શક્યતા છે.”રસપ્રદ વાત એ છે કે રણવીર સિંહ પોતે જ આ ટ્રિલોજીમાં ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે, બાકીના કલાકારો હજુ નક્કી કરવામાં આવ્યા નથી.

અહેવાલો મુજબ, નિર્માતાઓ ફિલ્મ માટેની ક્રિએટિવ ટીમ ફાઇનલ કરતાં પહેલા સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે. સુત્રએ વધુમાં ઉમેર્યું, “સ્ક્રિપ્ટનું કામ એક નિશ્ચિત તબક્કે પહોંચ્યા બાદ જ દિગ્દર્શક નક્કી કરવામાં આવશે. હાલ સંપૂર્ણ ધ્યાન મટિરિયલ ડેવલપમેન્ટ પર છે.”અહેવાલો મુજબ, રણવીર સિંહે આ ટ્રિલોજીના અધિકારો મોટી રકમ ચૂકવીને મેળવ્યા છે, જોકે ચોક્કસ આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી. અમીશ ત્રિપાઠીના સાહિત્યિક વિશ્વની વ્યાપકતા અને લોકપ્રિયતાને ધ્યાનમાં લેતાં, આ એડેપ્ટેશનને વૈશ્વિક દર્શકોને ધ્યાનમાં રાખીને ભવ્ય સિનેમેટિક ફ્રેન્ચાઇઝી તરીકે તૈયાર કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

જો આ એડેપ્ટેશન આયોજન મુજબ સાકાર થાય, તો ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ ભારતીય સિનેમાના સૌથી મોટા પૌરાણિક સિનેમેટિક યુનિવર્સમાંનું એક બની શકે છે.‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીની સફળતા બાદ રણવીર સિંહ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો નવો કિંગ બની ગયો છે. સતત આૅલ-ટાઇમ ગ્રોસર્સ આપ્યા બાદ તેણે સત્તાવાર રીતે સુપરસ્ટારનું ટેગ મેળવી લીધું છે અને હવે સૌની નજર તેના આગામી પગલા પર છે. ‘પ્રલય’ના નાણાકીય પાસાઓ અંગે ઇન્ડસ્ટ્રીમાં અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે રણવીર સિંહે શાંતિથી ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ના અધિકારો મેળવી લીધા છે.એક સુત્રએ જણાવ્યું, “રણવીર સિંહ સંજય લીલા ભણસાલી માટે ‘ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’માં મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો. જોકે, પ્રોજેક્ટ ક્યારેય સાકાર થયો નહીં. પરંતુ તે હંમેશા આ વિશ્વથી ખૂબ આકર્ષિત રહ્યો છે અને ભવ્ય ફિલ્મમાં ભગવાન શિવનું પાત્ર ભજવવાનું તેનું સપનું હતું. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.