Western Times News

Gujarati News

આલિયાએ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ

રેડ કાર્પેટ પર પહોંચતા પહેલાં આલિયાનો ડિઝની પ્રિન્સેસ લૂક

આલિયાએ કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ માટે પોતાનાં પ્રથમ લૂકમાં સમરથી પ્રેરિત ગ્લેમરસ લૂક પસંદ કર્યાે હતો

મુંબઈ, કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬માંથી પોતાનો પહેલો લૂક રજૂ કરીને ફરી એકવાર આલિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આલિયા હજી સુધી ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પહોંચી નથી, છતાં ફ્રેન્ચ રિવેરાની ગલીઓમાં તેનાં સ્ટાઇલિશ અંદાજે ફેશનપ્રેમીઓને દીવાના બનાવી દીધાં છે.ગ્લોબલ આઇકન આલિયા ભટ્ટ સત્તાવાર રીતે ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે પહોંચી ગઈ છે. લોકપ્રિય મેકઅપ બ્રાન્ડની ગ્લોબલ એમ્બેસેડર તરીકે પરત ફરેલી આલિયા રેડ કાર્પેટ પર જતાં પહેલાં જ પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં આવી ગઈ છે.

આલિયાએ કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ માટે પોતાનાં પ્રથમ લૂકમાં સમરથી પ્રેરિત ગ્લેમરસ લૂક પસંદ કર્યાે હતો. આલિયાએ ગ્રીન અને બ્લુ પેસ્ટલ વોટરકલર બોલ ગાઉનમાં ખૂબ જ ફ્રેશ અને એલિગન્ટ અંદાજ રજૂ કર્યાે હતો. આ ખાસ તૈયાર કરાયેલા ડ્રેસમાં પેસ્ટલ ગ્રીન, સોફ્ટ લેવેન્ડર, સ્કાય બ્લુ અને હળવા પીળા રંગોનાં હેન્ડ પેઇન્ટિંગની સુંદર ઝલક જોવા મળી હતી.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આલિયાનો આ લૂક જાણે કોઈ ળેન્ચ પેઇન્ટિંગમાંથી બહાર આવ્યો હોય એવો લાગતો હતો. હળવી ડિઝાઇન અને બોડિસ સુધી ચઢતી પાંદડાની આર્ટિસ્ટિક પેટર્ન્સે ડ્રેસને વધુ આકર્ષક બનાવ્યો હતો. આલિયાનાં ડ્રેસમાં ડેલિકેટ સ્વીટહાર્ટ નેકલાઇન અને નૂડલ સ્ટ્રેપ્સ હતાં, જેના કારણે તેનો લૂક વધુ ગ્રેસફુલ લાગતો હતો.

પેસ્ટલ લુક પર સૌનું ધ્યાન કેન્દ્રિત રહે તે માટે આલિયાએ મિનિમલ પરંતુ ઇમ્પેક્ટફુલ એક્સેસરીઝ પસંદ કરી. તેણે હાર્ટ-શેપનાં યેલો ડાયમંડ સ્ટડ્‌સ અને તેની સાથે મેળ ખાતી ફિંગર રિંગ પહેરી હતી.આલિયાએ પોતાના ડ્રીમી લૂકને સફેદ હીલ્સ, સ્લીક હાઇ બન અને સોફ્ટ રોમેન્ટિક વેવ્સ સાથે પૂર્ણ કર્યાે હતો. જો આલિયાના મેકઅપની વાત કરવામાં આવે તો, આલિયાએ તેનો મનપસંદ ડ્યૂઈ બેઝ, શાઇની આંખો અને પોતાના સિગ્નેચર પિંક લિપ્સ પસંદ કર્યા હતા.આ પહેલાં આલિયા સેમી-ફોર્મલ કેરોલિના હેરેરા આઉટફિટમાં પણ જોવા મળી હતી.

તેણે સ્ટ્રક્ચર્ડ બ્લેઝર, સિન્ચ્ડ-વેસ્ટ ડિટેલિંગ અને થોડા પફ્ડ શોલ્ડર્સવાળા આૅલ-બ્લેક સેટ સાથે મેચિંગ કેપ્રી પેન્ટ્‌સ પહેર્યું હતું.સોફ્ટ સેન્ટર-પાર્ટેડ વેવ્સ અને ગ્લોઇંગ નો-મેકઅપ મેકઅપ લુક સાથે તેણે પોતાનો અંદાજ એકદમ એફર્ટલેસ રાખ્યો હતો. આ કાન ફેસ્ટિવલમાં આલિયાનું બીજું વર્ષ છે અને તેના રેડ કાર્પેટ લુકને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ગયા વર્ષે તેણે ડેબ્યુ કર્યું હતું અને કસ્ટમ ગુચી સાડી-ઇન્સ્પાયર્ડ લૂક બાદ હવે દરેકને રાહ છે કે આ વર્ષે આલિયા શું નવું રજૂ કરશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.