Western Times News

Gujarati News

દ્રશ્યમ ૩ ફિલ્મ ૨૧ મેના રોજ રિલીઝ થશે

દ્રશ્યમ ૨’ (૨૦૨૨)એ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે તેણે ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યાે હતો

મલયાલમ ફિલ્મ ઇમોશનલ ફેમિલી ડ્રામા છે, જ્યારે અમારી ફિલ્મ ફેમિલી થ્રિલર છે

મુંબઈ, મલયાલમ સિનેમાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક, ‘દ્રશ્યમ ૩’, ૨૧ મેના રોજ રિલીઝ થવા તૈયાર છે. ત્યારે હવે પેનોરમા સ્ટુડિયોઝના ઉદ્યોગસાહસિક પિતા-પુત્રની જોડી, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક, મોહનલાલ અભિનીત આ ફિલ્મ ભારતમાં (કેરળ સિવાય) અને વિશ્વભરમાં રિલીઝ કરશે. રસપ્રદ વાત એ છે કે તેઓ ‘દ્રશ્યમ ૩’ના હિન્દી વર્ઝનના નિર્માતા પણ છે, જેમાં અજય દેવગણ, તબ્બુ, શ્રિયા સરન, જયદીપ અહલાવત, પ્રકાશ રાજ, રજત કપૂર અને અન્ય કલાકારો છેકુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકે ‘દ્રશ્યમ ૩’ના હિન્દી વર્ઝન પાસેથી શું અપેક્ષા રાખવી તે વિશે વાત કરી હતી.અભિષેક પાઠક, જે ફિલ્મનું ડિરેક્શન પણ કરી રહ્યા છે, તેમણે કહ્યું, “હિન્દી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને પોસ્ટ-પ્રોડક્શન ચાલી રહ્યું છે.

અમે ૨ આૅક્ટોબરે રિલીઝ કરી રહ્યા છીએ, ‘દ્રશ્યમ’ માટેની પ્રખ્યાત તારીખ ‘દ્રશ્યમ ૩’ ‘દ્રશ્યમ ડે’ પર રિલીઝ થઈ રહી છે!”જ્યારે ‘દ્રશ્યમ ૩’ના મલયાલમ અને હિન્દી વર્ઝન સમાન હશે કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે અભિષેક પાઠકે સમજાવ્યું, “ભાગ ૨ બંને વર્ઝનમાં એક ચોક્કસ બિંદુએ સમાપ્ત થયો હતો. ભાગ ૩ માટે, તે અલગ રીતે આગળ વધશે. સાંસ્કૃતિક રીતે, અમે અમારી ફિલ્મ અલગ રીતે બનાવી છે અને અમારા દર્શકોની પસંદગી અનુસાર તેમાં થોડો ફેરફાર કર્યાે છે. મલયાલમ ફિલ્મ એક ઇમોશનલ ફેમિલી ડ્રામા છે, જ્યારે અમારી ફિલ્મ એક ફેમિલી થ્રિલર છે.

તેથી, ભલે તે થોડી અલગ જશે, પરંતુ તેનું મૂળ અને લાગણી એક જ માળખામાં રહેશે. જ્યારે તમે ફિલ્મ જોશો, ત્યારે તમને ફરક સમજાશે.”‘દ્રશ્યમ ૨’ (૨૦૨૨)એ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે તેણે ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યાે હતો. શું હવે ૫૦૦ કરોડથી વધુનો લાઇફટાઇમ બિઝનેસ શક્ય છે? અભિષેકે આ અંગે કહ્યું, “હું કોઈ આંકડો આપવા માગતો નથી.” બીજી તરફ, કુમાર મંગત પાઠકે જવાબ આપ્યો, “ફિંગર્સ ક્રોસ્ડ. લોકો આશ્ચર્યચકિત થઈ જશે. જે રીતે આ ફિલ્મ તૈયાર થઈ છે, મને ખાતરી છે કે તે તમામ અપેક્ષાઓને પૂર્ણ કરશે.”સામાન્ય રીતે, મોટા પાયાની, એક્શનથી ભરપૂર ફિલ્મો બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરે છે.

‘દ્રશ્યમ’ એક અપવાદ છે – તે મધ્યમ કદની ફિલ્મ છે પરંતુ ટિકિટ વિન્ડો પર બ્લોકબસ્ટર જેવી કામગીરી કરે છે. અભિષેક પાઠકે સમજાવ્યું, “તેમાં રિલેટેબિલિટી ફેક્ટર છે. ભલે તેમાં ક્રાઇમ એંગલ હોય, પરંતુ બધું પરિવાર માટે કરવામાં આવે છે. કદાચ કોઈપણ પિતા પોતાના પરિવાર માટે આવું જ કરે. આ લાગણી ‘દ્રશ્યમ’ બ્રાન્ડ સાથે ખૂબ જ મજબૂત રીતે કામ કરે છે. ઉપરાંત, કારણ કે તેમાં ક્રાઇમ સામેલ છે, તે વધુ ધારદાર બને છે. તેમજ, જે રીતે તે પોતાનાં પરિવારને બચાવવા માટે આખી સિસ્ટમને છેતરી જાણે છે, તે દર્શકો માટે ખૂબ જ રસપ્રદ બને છે.”તેમણે ઉમેર્યું, “જો તમે ધ્યાન આપો, તો ફિલ્મના બધા પાત્રો ગ્રે છે. છતાં પણ, તમે વિજય સાલગાંવકર માટે લાગણી અનુભવો છો.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.